ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે એકદમ ક્યૂટ દીકરીનો જન્મ, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

Yuvraj Sinh: ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે લક્ષ્મીજીના વધામણાં. યુવરાજની વાઈફ હેઝલે ક્યુઝ દીકરીને આપ્યો જન્મ. યુવરાજે ખુદ સોશ્યિલ મીડિયા પર શેર કરી તસવીર.

ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે એકદમ ક્યૂટ દીકરીનો જન્મ, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

Yuvraj Singh-Hazel Keech announce second baby: ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે જશ્નનો માહોલ. પરિવારમાં ખુશીઓની લહેર જોવા મળી રહી છે. ચારેય તરફથી થઈ રહ્યો છે શુભેચ્છાઓનો વરસાદ. યુવરાજ સિંહની પત્ની હેઝલે ક્યુઝ બેબીને આપ્યો છે જન્મ. યુવરાજે સોશિયલ મીડિયા પર શેર કરી છે સુંદર તસવીર. ખુબ ઝડપથી સોશિયલ મીડિયા પર તસવીર થઈ રહી છે વાયરલ. ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્રારા ક્રિકેટરે તસવીર શેર કરીને ફેન્સને ગૂડ ન્યુઝ આપ્યા છે. પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ બીજી વખત પિતા બન્યા છે. તેની પત્ની હેઝલ કીચે પુત્રીને  જન્મ આપ્યો છે. દિગ્ગજ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને તેના ફેન્ને આ ગુડ ન્યુઝ આપ્યાં છે. યુવરાજે ટ્વીટ કરીને જણાવ્યું કે તેમના ઘરે એક બાળકીએ જન્મ લીધો છે અને તેમને દીકરા  પિતા બનવાનું સૌભાગ્ય મળ્યું છે.       

બીજી વખત પિતા બન્યા યુવરાજ-
યુવરાજ સિંહે તેની પત્ની હેઝલ કીચ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટોમાં બંને પોતાના બાળકો સાથે જોવા મળી રહ્યા છે. પોસ્ટ શેર કરતા યુવરાજ સિંહે લખ્યું, ' સ્લીપલેસ લાઇટ ત્યારે સારી લાગવા લાગી જ્યારે રાજકુમારી આભાએ અમારો પરિવાર પૂર્ણ કરી દીધો’. આ પહેલા યુવરાજ સિંહ જાન્યુઆરી 2022માં એક પુત્રનો પિતા બન્યા હતા.  
 

— Yuvraj Singh (@YUVSTRONG12) August 25, 2023

 

યુવરાજ-હેજલના લગ્ન 2016માં થયા હતા-
વર્ષ 2016માં યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્ન થયા હતા. આ પહેલા યુવરાજ સિંહ અને હેઝલની લવસ્ટોરી પણ ચર્ચામાં રહી હતી. હેઝલ સાથે લગ્ન કરવા માટે યુવરાજને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં યુવરાજે કહ્યું હતું કે, હેઝલે લગભગ 3 મહિના પછી સોશિયલ મીડિયા પર તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. હેઝલ કીચ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તે સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે કરીના કપૂરની મિત્રની ભૂમિકા ભજવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news