Ind vs NZ 1st ODI: કિવીઝ સામે સતત પાંચમી હાર, પહેલી વન-ડે માં ભારત સામે ન્યૂઝીલેન્ડની શાનદાર જીત

Ind vs NZ 1st ODI: આજથી ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝ શરૂ થઈ. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડના ઈડન પાર્ક સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે. ભારતીય સમય પ્રમાણે આ મેચ સવારે 7 વાગે શરૂ થઈ. ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  ભારત-ન્યૂઝીલેન્ડ પહેલી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને 307 રનનો ટાર્ગેટ મળ્યો. અય્યર-ધવન-ગિલની શાનદાર અર્ધસદી; ફર્ગ્યુસન અને સાઉધીએ 3-3 વિકેટ ઝડપી. ટીમ ઈન્ડિયા તરફથી યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક વન-ડેમાં ડેબ્યૂ કરી રહ્યા છે.

Ind vs NZ 1st ODI: કિવીઝ સામે સતત પાંચમી હાર, પહેલી વન-ડે માં ભારત સામે ન્યૂઝીલેન્ડની શાનદાર જીત

Ind vs NZ 1st ODI: ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની 3 મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ આપેલા 307 રનના ટાર્ગેટને ન્યૂઝીલેન્ડે 7 વિકેટે ચેઝ કરી લીધો હતો. કિવી ટીમ તરફથી કેપ્ટન કેન વિલિયમસન અને વિકેટકીપર બેટર ટૉમ લાથમની વચ્ચે શાનદાર અને રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ બની હતી. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 221* રનની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી. ટૉમ લાથમે 104 બોલમાં 145 રન ફટકાર્યા હતા. તો કેપ્ટન કેન વિલિયમસને 98 બોલમાં 94 રન ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાના બોલર્સ આ જોડી સામે લાચાર થઈ ગયા હતા. ઉમરાન મલિકે બે વિકેટ, જ્યારે શાર્દૂલ ઠાકુરને એક વિકેટ મળી હતી. હવે સિરીઝની બીજી મેચ રવિવારે 27મીએ સવારે 7 વાગેથી રમાશે.

અગાઉ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 307 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત ઓવરમાં 6 વિકેટે 306 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ શ્રેયસ અય્યરે 80 રન બનાવ્યા હતા. તો કેપ્ટન શિખર ધવને 72 રન અને શુબમન ગિલે 50 રન બનાવ્યા હતા. તો વોશિંગ્ટન સુંદરે ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 16 બોલમાં 37 રન ફટકારી દીધા હતા. કિવી ટીમ તરફથી સૌથી વધુ લોકી ફર્ગ્યુસન અને ટિમ સાઉધીએ 3-3 વિકેટ ઝડપી હતી. ​​​ઉલ્લેખનીય છેકે, ​​​ટીમ ઈન્ડિયા તરફથી યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકે વન-ડેમાં આ મેચમાં પોતાનું ડેબ્યૂ  કર્યું હતું.

કિવીઝ સામે સતત પાંચમી હારઃ
ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડ સામે આ સતત પાંચમી વન-ડે મેચમાં હાર છે. ટીમ ઈન્ડિયા છેલ્લે 2019માં ન્યૂઝીલેન્ડ સામે વન-ડે મેચ જીતી હતી. આ પછી ભારતને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પાંચેય વન-ડેમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11:
શિખર ધવન (કેપ્ટન), શુબમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિક.

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ-11:
ડેવોન કોનવે, ફિન એલન, કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચેલ, મિચેલ સેન્ટનર, એડમ મિલ્ને, મૈટ હેનરી, ટિમ સાઉધી, લોકી ફર્ગ્યુસન.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news