ભારતનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન કોણ? મોહમ્મદ શમીએ ધોની, કોહલી અને રોહિતમાંથી કરી પસંદગી
Mohammed Shami picked the best captain: મોહમ્મદ શમીએ (Mohammed Shami )એવા સુકાનીના નામની જાહેરાત કરી છે કે જેની કપ્તાની હેઠળ તેને રમવાની સૌથી વધુ મજા આવી છે.
Trending Photos
Mohammed Shami picked the best captain of India: ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ એવા સુકાનીનું નામ જાહેર કર્યું છે કે જેની કપ્તાની હેઠળ તેને રમવાનો સૌથી વધુ આનંદ આવતો હતો. આ સિવાય શમીએ શ્રેષ્ઠ કેપ્ટન કોણ છે તે અંગે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. શમીએ કહ્યું, "જુઓ, આનો જવાબ આપવો મુશ્કેલ હશે. કારણ કે મને લાગે છે કે આ ત્રણેયની સરખામણી કરવી ખોટી છે. હા, કોની કેપ્ટનશીપમાં ભારત સૌથી વધુ સફળ રહ્યું એ બાબત સાચી છે. ધોનીએ ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો છે. તમામ કેપ્ટનોની કેપ્ટનશીપ કરવાનો અલગ અંદાજ છે. પરંતુ જો સફળતાને માપદંડ તરીકે ગણવામાં આવે તો ધોની ચોક્કસપણે શ્રેષ્ઠ કેપ્ટન છે."
તમને જણાવી દઈએ કે શમી ત્રણેયની કેપ્ટનશીપમાં રમ્યો છે. આ પછી શમીએ આગળ કહ્યું કે ધોની વધુ બોલતો નથી. પરંતુ તેની પાસે ખૂબ જ આકર્ષક વ્યૂહરચના હતી. કોહલી મેદાન પર વધુ આક્રમક હતો. રોહિતની સ્ટાઈલ ત્રણેય કરતા અલગ હતી. રોહિત પાસે ત્રણેય વસ્તુઓ છે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ વર્લ્ડ કપ 2023માં શમીએ રોહિત શર્માની કપ્તાનીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો હતો. ભારતીય ટીમ ભલે વર્લ્ડ કપનો ખિતાબ જીતી ન શકી, પરંતુ તે પોતાની બોલિંગથી વિશ્વ ક્રિકેટને ચોંકાવી દેવામાં ચોક્કસપણે સફળ રહ્યો છે. આ સિવાય શમીને આ વર્ષે અર્જુન એવોર્ડથી પણ નવાજવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે