ICC Rankings: શુભમન ગિલનો વનડે રેન્કિંગમાં જલવો, ટોપ-5માં પાકિસ્તાની બેટરોનો દબદબો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા આઈસીસી વનડે રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. આઈસીસીએ જાહેર કરેલા રેન્કિંગમાં ભારતીય ઓપનર શુભમન ગિલને ફાયદો થયો છે. તો ટોપ-10માં ગિલ સિવાય એકમાત્ર ભારતીય બેટર વિરાટ કોહલી છે. 

ICC Rankings: શુભમન ગિલનો વનડે રેન્કિંગમાં જલવો, ટોપ-5માં પાકિસ્તાની બેટરોનો દબદબો

દુબઈઃ ICC ODI Rankings: ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર શુભમન ગિલને વિન્ડીઝ સામે રમાયેલી ત્રીજી વનડેમાં શાનદાર ઈનિંગ રમવાનું ઈનામ મળ્યું છે. ગિલ આઈસીસી વનડે રેન્કિંગમાં 2 સ્થાનના ફાયદા સાથે ટોપ-5માં પહોંચી ગયો છે. સર્વોચ્ચ 5 સ્થાનની વાત કરીએ તો અહીં પાકિસ્તાની બેટરોનો દબદબો છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ક્યા સ્થાને છે, આવો જાણીએ..

ઓપનર શુભમન ગિલ આઈસીસી તરફથી બુધવારે જાહેર કરેલા વનડે રેન્કિંગમાં બે સ્થાનના ફાયદા સાથે પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. આ પહેલા ગિલને બે સ્થાનનું નુકસાન થયું હતું અને તે સાતમાં સ્થાને ખસી ગયો હતો. ગિલે ત્રીજી અને અંતિમ વનડેમાં 85 રન ફટકાર્યા હતા. 23 વર્ષીય શુભમન ગિલ00ના 743 રેટિંગ પોઈન્ટ છે. આ પહેલા તેના રેટિંગ પોઈન્ટ 724 હતા. 

વનડે બેટર્સમાં નંબર વન પર પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ છે. બાબર 886 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે, જ્યારે સાઉથ આફ્રિકાનો રાસી વાન ડર ડુસન 77 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. તો ત્રીજા સ્થાને પાકિસ્તાનનો ઓપનર ફખર ઝમાન 755 રેટિંગ પોઈન્ટની સાથે છે. પાકિસ્તાનનો અન્ય બેટર ઈમામ ઇલ હક 745 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ત્યારબાદ ગિલ પાંચમાં સ્થાને છે. 

આઈસીસીએ જાહેર કરેલા નવા વનડે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર અને આયર્લેન્ડના હેરી ટ્રેક્ટરને એક સ્થાનનું નુકસાન થયું છે. ટ્રેક્ટર અને વોર્નર 726 રેટિંગ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે. ગિલ સિવાય ટોપ-10માં બે ભારતીય બેટર સામેલ છે. નવમાં સ્થાને 705 રેટિંગ પોઈન્ટ સાથે વિરાટ કોહલી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 693 રેટિંગ પોઈન્ટ સાથે 11માં સ્થાને છે.

વનડે બોલરોના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ 705 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે, જ્યારે મોહમ્મદ સિરાજ ચોથા સ્થાને છે. બોલરોના વનડે રેન્કિંગમાં ટોપ-5માં માત્ર મોહમ્મદ સિરાજ ભારતીય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news