ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે ટીમ ઈન્ડિયોનો 'ગબ્બર' થયો ઘોડા પર સવાર, જુઓ VIDEO

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2 ટી20 અને પાંચ મેચોની વનડે સિરીઝ રમાશે. 

ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે ટીમ ઈન્ડિયોનો 'ગબ્બર' થયો ઘોડા પર સવાર, જુઓ VIDEO

નવી દિલ્હીઃ શિખર ધવન ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરની મહત્વની કડી છે. વિરોધી ટીમો પર રોહિત શર્માની સાથે મળીને ટીમને આક્રમક શરૂઆત અપાવે છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરઆંગણે શરૂ થનારી સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનો આ ઓપનર નવા જોશ સાથે તૈયાર છે. ધવન ક્યારેક જિમમાં વર્કઆઉટ કરતો તો ક્યારેક પુશઅપ લગાવતો જોવા મળી રહ્યો છે. શિખર ધવનનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ઘોડેસવારી કરતો જોવા મળી રહ્યો છે. 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝ માટે ટીમ સાથે જોડાયા પહેલા શિખર ધવનની ઘોડેસવારી તેનો શોખ તો છે આ સાથે મુકાબલા માટે ખુદને માનસિક રીતે તૈયાર કરવાની પણ રીત છે. 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

ધવન જો ઘોડેસવારી કરી પોતાની માનસિક તૈયારી કરી રહ્યો છે તો આ પહેલા જિમમાં પરસેવો વહાવીને ફીઝિકલ ફિટનેસને પણ ચુસ્ત બનાવતો દેખાયો હતો. 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની શરૂઆત 24 ફેબ્રુઆરીથી થઈ રહી છે. પહેલા ટી20 સિરીઝ રમાશે ત્યારબાદ વનડે સિરીઝની શરૂઆત થશે. ધવનનું નામ બંન્ને ટીમોમાં છે. આશા છે કે ક્રિકેટથી દૂર આ તૈયારીના દમ પર ધવન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય મેદાનો પર શાનદાર પ્રદર્શન કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news