IPL 2024: ગુજરાત ટાઈટન્સે શમીના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત, મુંબઈની ટીમમાં આવ્યો જૂનિયર રબાડા

ઈન્ડિય પ્રીમિયર લીગ 2024 શરૂ થવામાં માત્ર બે દિવસની વાર છે. તે પહેલા ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પોત-પોતાના ખેલાડીઓના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. 

IPL 2024: ગુજરાત ટાઈટન્સે શમીના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત, મુંબઈની ટીમમાં આવ્યો જૂનિયર રબાડા

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 શરૂ થતા પહેલા ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ઈજાગ્રસ્ત ખેલાડીઓ માટે રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની ટીમે પોતાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની જગ્યાએ સંદીપ વોરિયરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. શમીને વિશ્વકપ 2023 દરમિયાન ઈજા થઈ હતી. ત્યાર બાદથી તે ક્રિકેટથી દૂર છે. તાજેતરમાં તેણે પગની સર્જરીનું અપડેટ પણ આપ્યું હતું. શમી આઈપીએલની સાથે ટી20 વિશ્વકપમાંથી પણ બહાર થઈ ગયો છે. 

આ રીતે ગુજરાત ટાઈટન્સની ટીમે તેના સ્થાને સંદીપ વોરિયરને સામેલ કર્યો છે. ટીમ ઈન્ડિયા માટે 2021માં ટી20 પર્દાપણ કરી ચૂકેલો સંદીપ ઘરેલુ ક્રિકેટમાં તમિલનાડુ તરફથી રમે છે. જો આઈપીએલની વાત કરીએ તો સંદીપ ગુજરાત પહેલા કેકેઆર, આરસીબી અને મુંબઈ તરફથી રમી ચૂક્યો છે. પરંતુ તેમાં તેને વધુ તક મળી નહોતી.

મુંબઈમાં આવ્યો જૂનિયર રબાડા
ગુજરાત સિવાય મુંબઈ ઈન્ડિયન્સે પણ ઈજાગ્રસ્ત ખેલાડીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. મુંબઈની ટીમમાં સામેલ દિલશાન મધુશંકા ઈજાગ્રસ્ત થવાને કારણે આઈપીએલમાં રમી શકશે નહીં. તેવામાં તેની જગ્યાએ ટીમમાં સાઉથ આફ્રિકા માટે અન્ડર-19 વિશ્વકપમાં ધમાલ મચાવનાર ક્વેના મફાકાને પોતાની સાથે જોડ્યો છે. 

મફાકાએ અન્ડર 19 વિશ્વકપમાં કમાલનું પ્રદર્શન કરી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યો હતો. ક્વેનાને સાઉથ આફ્રિકાના જૂનિયર રબાડાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેવામાં મધુશંકાના ઈજાગ્રસ્ત થયા બાદ હવે મફાકાની આઈપીએલમાં એન્ટ્રી થઈ ગઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news