મલેશિયા માસ્ટર્સઃ સાઇનાની ધમાકેદાર જીત, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ સાઇના નેહવાલે ગુરૂવારે અહીં દક્ષિણ કોરિયાની આન સે યંગ પર જીત મેળવી મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
 

મલેશિયા માસ્ટર્સઃ સાઇનાની ધમાકેદાર જીત, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

કુઆલાલંપુરઃ લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ સાઇના નેહવાલે (saina nehwal) ગુરૂવારે અહીં દક્ષિણ કોરિયાની આન સે યંગ પર જીત મેળવી મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીયે ખેલાડીએ યંગને 39 મિનિટ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં  25-23 અને 21-12થી પરાજય આપ્યો હતો. 

આ દક્ષિણ કોરિયાઈ ખેલાડી પર સાઇનાની પ્રથમ જીત છે જેણે પ્રથમ વર્ષે ફેરન્ચ ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં આ ભારતીય ખેલાડીને પરાજય આપ્યો હતો. બે વખતની રાષ્ટ્રમંડળ ગેમ્સની ચેમ્પિયનનો સામનો ક્વાર્ટર ફાઇનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન કેરોલિના મારિન સામે થશે.  

આ પહેલા પીવી સિધું અને સાઇના નેહવાલે બુધવારે આસાન જીતની સાથે મલેશિયા માસ્ટર્સના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. વિશ્વ ચેમ્પિયન છઠ્ઠી રેન્કિંગ ધરાવતી સિંધુએ પ્રથમ રાઉન્ડમાં રૂસની યેવગેનિયા કોસેત્સકાયાને માત્ર 35 મિનિટમાં 21-15, 21-13થી પરાજય આપ્યો હતો. લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇનાએ બેલ્જિયમની લિયાને ટેનને માત્ર 36 મિનિટમાં   21-15 અને 21-17થી હરાવી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news