સચિને 'દાદા'ને બર્થ ડે વિશ કરતા લખ્યું દાદી, સોશિયલ મીડિયા પર લોકો થયા પરેશાન

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને યુવરાજ સિંહની દાદાને શુભેચ્છા ચર્ચાનો વિષય બની ગઈ છે. હકીકતમાં સચિને સૌરવ ગાંગુલીને વિશે કરતા તેને દાદાની જગ્યાએ દાદી લખ્યું.

સચિને 'દાદા'ને બર્થ ડે વિશ કરતા લખ્યું દાદી, સોશિયલ મીડિયા પર લોકો થયા પરેશાન

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક સૌરવ ગાંગુલી આજે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યાં છે. તેને ચાહનારા અને તેના સાથીઓએ પોતાના અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા આપી હતી. પરંતુ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને યુવરાજ સિંહની દાદાને શુભેચ્છા ચર્ચાનો વિષય બની ગઈ છે. હકીકતમાં સચિને સૌરવ ગાંગુલીને વિશે કરતા તેને દાદાની જગ્યાએ દાદી લખ્યું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકો પરેશાન થઈ ગયા કે આ ભૂલથી લખ્યું કે ખાસ મિસ્ટેકને ચક્કરમાં દાદાની જગ્યાએ દાદી લખ્યું. 

સચિને પોતાની પોસ્ટમાં લખ્યું, હેપ્પી બર્થડે દાદી, તમારી સાથે અન્ડર-15 ટીમમાં રમવાથી લઈને હવે કોમેન્ટ્રી કરવા સુધીની સફર. આ એક શાનદાર જર્ની રહી. આવનારો સમય તમારી માટે સારો રહે. આ સાથે સચિને પોતાની દાદા સાથેની એક જૂની તસ્વીર પોસ્ટ કરી છે. 

— Sachin Tendulkar (@sachin_rt) July 8, 2019

તેમના આ ટ્વીટ બાદ દાદી શબ્દ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. દાદાના ફેન કન્ફ્યૂઝ થઈ ગયા કે સચિને તેને દાદી કેમ લખ્યું. યુવરાજે પણ દાદાને દાદી લખ્યું. કેટલાક લોકોએ તેને લઈને મીમ્સ પણ શેર કર્યાં છે. 

— yuvraj singh (@YUVSTRONG12) July 8, 2019

આ માટે લખ્યું દાદી....
હકીકતમાં આ વાતનો ખુલાસો સચિને એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેણે પોતાના જૂના દિવસોને યાદ કરતા લખ્યું કે અમે બંન્ને ખૂબ સારા મિત્ર છીએ. લોકો સૌરવને પ્રેમથી દાદા કહેતા હતા. પરંતુ હું હંમેશા તેને દાદી કહેતો હતો. આ કારણ છે કે ટીમના ઘણા ખેલાડી પણ તેને દાદી કહે છે. સચિને તે વાતનો પણ ખુલાસો કર્યો કે, તે સૌથી પહેલા ગાંગુલીને અન્ડર-15 ટીમમાં ઈન્દોરમાં મળ્યા હતા. તેણે સૌરવની સાથે એક મજાક પણ કરી હતી. સચિને કહ્યું, જ્યારે સૌરવ સુતો હતો, તો અમે તેના રૂમમાં પાણી ભરી દીધું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news