Sachin Tendulakar એ સિલેક્ટ કરી ઇતિહાસની બેસ્ટ 11, કોહલી-ધોનીને કરી દીધો બહાર
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના નામે બેટિંગના મોટાભાગના રેકોર્ડ છે. વિશ્વના સૌથી મોટા-મોટા બોલર પણ સચિનથી ડરે છે અને તે તેમના સમયના શ્રેષ્ઠ બેટ્સમેન પણ ગણવામાં આવતા હતા. પરંતુ જ્યારે સચિને પોતે જ તેના શ્રેષ્ઠ 11 ખેલાડીઓની ટીમ બનાવી તો તેણે બીજા ઘણા શ્રેષ્ઠ ખેલાડીઓને સ્થાન આપ્યું.
Trending Photos
નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના નામે બેટિંગના મોટાભાગના રેકોર્ડ છે. વિશ્વના સૌથી મોટા-મોટા બોલર પણ સચિનથી ડરે છે અને તે તેમના સમયના શ્રેષ્ઠ બેટ્સમેન પણ ગણવામાં આવતા હતા. પરંતુ જ્યારે સચિને પોતે જ તેના શ્રેષ્ઠ 11 ખેલાડીઓની ટીમ બનાવી તો તેણે બીજા ઘણા શ્રેષ્ઠ ખેલાડીઓને સ્થાન આપ્યું. જોકે તેણે આ ટીમની પસંદગીમાં કેટલાક ચોંકાવનારા નિર્ણયો પણ લીધા હતા.
તેંડુલકરે સિલેક્ટ કરી દુનિયાની બેસ્ટ Playing XI
સચિન તેંડુલકરે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં જે ભારતીય ખેલાડીઓની પસંદગી કરી છે તેમાં વીરેન્દ્ર સેહવાગ, સુનીલ ગાવસ્કર, સૌરવ ગાંગુલી, હરભજન સિંહના નામ સામેલ છે. સચિને ભારતના વીરેન્દ્ર સેહવાગ અને સુનીલ ગાવસ્કરને તેની સર્વશ્રેષ્ઠ ઈલેવનમાં ઓપનર તરીકે સ્થાન આપ્યું છે. ત્રીજા ક્રમ પર તેમણે વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાને સ્થાન આપ્યું છે. સચિને વેસ્ટ ઈન્ડિઝના વિવિયન રિચર્ડ્સને પોતાની ટીમમાં ચોથા નંબર પર સ્થાન આપ્યું છે.
મિડલ ઓર્ડરમાં આમને આપ્યું સ્થાન
સચિને પાંચમા નંબર પર સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર જેક કાલિસને સ્થાન આપ્યું છે. આ સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને છઠ્ઠા નંબર પર રાખવામાં આવ્યો છે. તેમણે વિકેટકીપર માટે ધોનીની પસંદગી કરી ન હતી, પરંતુ તેના બદલે ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટને સાતમું સ્થાન આપ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે તેમણે વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલીને આ ટીમમાં સ્થાન આપવાનું યોગ્ય ન સમજ્યું.
શ્રેષ્ઠ ઝડપી બોલર તરીકે અકરમની પસંદગી
સચિને ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્નને તેની યાદીમાં 8મું સ્થાન આપ્યું છે. પાકિસ્તાનનો મહાન ઝડપી બોલર વસીમ અકરમ સચિનની પ્લેઈંગ ઈલેવનમાં 9મા સ્થાને છે. ભારતનો સ્પિનર હરભજન સિંહ 10મા ક્રમે છે જ્યારે ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા સચિનની પ્લેઈંગ ઈલેવનમાં 11મા સ્થાને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે