એવું તે શું થયું હતું કે રોહિત શર્મા અચાનક જાડેજા પર નારાજ થયો હતો? મુક્કો મારવાનું થયું હતું મન!

આમ તો રવિન્દ્ર જાડેજા મેદાન અને મેદાન બહાર પોતાના મિલનસાર સ્વભાવને લઈને જાણીતો છે. પણ અહીં એક એવા કિસ્સા વિશે વાત કરીશું કે રોહિત શર્મા તે વખતે જાડેજા પર નારાજ થઈ ગયો હતો. 

એવું તે શું થયું હતું કે રોહિત શર્મા અચાનક જાડેજા પર નારાજ થયો હતો? મુક્કો મારવાનું થયું હતું મન!

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલ ખુબ ચર્ચામાં છે. રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ એક ઈન્ટરવ્યું આપ્યો હતો જેના પર હંગામો મચી ગયો. ત્યારબાદ જાડેજાનું પણ રિએક્શન આવ્યું. આમ તો રવિન્દ્ર જાડેજા મેદાન અને મેદાન બહાર પોતાના મિલનસાર સ્વભાવને લઈને જાણીતો છે. પણ અહીં એક એવા કિસ્સા વિશે વાત કરીશું કે રોહિત શર્મા તે વખતે જાડેજા પર નારાજ થઈ ગયો હતો. 

વાત જાણે એમ છે કે જાડેજા હરવા ફરવાનો પણ ખુબ શોખીન છે. વર્ષ 2017-18ના સાઉથ આફ્રિકાના પ્રવાસ વખતે જાડેજા જંગલ સફારી ફરવા ગયા હતા. જાડેજા સાથે રોહિત શર્મા, અજિંક્ય રાહણે, અને તેમના પરિવાર પણ જંગલ સફારી ફરવા ગયા હતા. જો કે આ મુલાકાત દરમિયાન રવિન્દ્ર જાડેજાએ એવી હરકત કરી હતી કે જેનાથી રોહિત શર્મા નારાજ થયો હતો. 

મીડિયા રિપોર્ટ મુજબ રોહિત શર્માએ તે સફારીને યાદ કરતા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "જાડેજા સાથે ક્યાંય જવું જોઈએ નહીં. જાડેજા ચીત્તાને જોઈને જ અવાજ કાઢવા લાગ્યો હતો. ચીત્તો પોતાનો શિકાર ખાઈ રહ્યો હતો. મે કહ્યું કે, ભાઈ આ શું કરી રહ્યો છે, આપણે જંગલમાં છીએ. જો ચીત્તાને ખબર પડે તો આપણને ઉઠાવીને લઈ જશે. જાડેજાના શોર બાદ ચીત્તો અમારી તરફ જોવા માટે વળ્યો. તે વખતે મારા દિમાગમાં શું ચાલી રહ્યું હતું, એ તો હું જ જાણુ છું. હું જાડેજાને ક્યારે ગુસ્સેથી જોઈ રહ્યો હતો અને મારું મન થઈ રહ્યું હતું કે તેને મુક્કો મારી દઉ. પરંતુ પછી મે વિચાર્યું કે હાલ શાંત રહેવું જરૂરી છે. "

અત્રે જણાવવાનું કે હાલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલની ટેસ્ટ સિરીઝની અંતિમ 3 મેચો માટે રવિન્દ્ર જાડેજાની ભારતીય ટીમમાં વાપસી થઈ છે પરંતુ તેમની ભાગીદારી મેડિકલ ટીમ તરફથી ફિટનેસની મંજૂરી મળ્યા બાદ થઈ શકશે. એટલે કે જાડેજા ભલે ટીમમાં પાછો ફર્યો હોય પરંતુ તે પ્લેઈંગ ઈલેવનમાં હશે કે નહીં તે હજુ નક્કી નથી. જાડેજાએ ઈજાને પગલે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર રહેવું પડ્યું હતું. બીજી બાજુ શ્રેયસ ઐય્યર પણ ટીમનો  ભાગ નથી. જ્યારે વિરાટે બાકીની મેચોમાંથી બ્રેક લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news