Cricket માં આવ્યો કોહલી-રોહિત કરતાં પણ ખતરનાક બેટ્સમેન, એક જ વર્ષમાં બનાવી દીધો આ વર્લ્ડ રેકોર્ડ
વર્લ્ડ ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી કરતાં પણ એક ખતરનાક બેટ્સમેન આવ્યો છે, જે હાલમાં દરેક મોટા વર્લ્ડ રેકોર્ડને તોડી રહ્યો છે. પાકિસ્તાનના બેટ્સમેન મોહમ્મદ રિઝવાને T20 ક્રિકેટમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ વર્લ્ડ ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી કરતાં પણ એક ખતરનાક બેટ્સમેન આવ્યો છે, જે હાલમાં દરેક મોટા વર્લ્ડ રેકોર્ડને તોડી રહ્યો છે. પાકિસ્તાનના બેટ્સમેન મોહમ્મદ રિઝવાને T20 ક્રિકેટમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, જેને આજ સુધી વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા બેટ્સમેન પણ બનાવી શક્યા નથી. મોહમ્મદ રિઝવાને 2021 કેલેન્ડર વર્ષમાં 2036 T20 રન બનાવ્યા છે.
કોહલી-રોહિત કરતાં પણ વધુ ઘાતક બેટ્સમેન
વર્લ્ડ ક્રિકેટમાં આ પહેલા કોઈ બેટ્સમેન આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો નથી. મોહમ્મદ રિઝવાન એક કેલેન્ડર વર્ષમાં 2000 T20 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને આ વર્ષે 48 T20 મેચમાં 56.55ની એવરેજથી 2036 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે તેના બેટ વડે એક સદી અને 18 ફીફ્ટી ફટકારી છે. મોહમ્મદ રિઝવાને ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં 51મો રન પૂરો કરતાની સાથે જ આ મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
તોડ્યા ઘણા મોટા રેકોર્ડ
પાકિસ્તાને આ મેચ 7 વિકેટથી જીતીને વેસ્ટ ઈન્ડિઝને ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સીરીઝમાં 3-0થી સૂપડા સાફ કરી દીધા હતા. પાકિસ્તાનની જીતમાં મોહમ્મદ રિઝવાને ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું અને 87 રનની શાનદાર ઇનિંગ રમી. મોહમ્મદ રિઝવાન પછી બીજા નંબર પર બાબર આઝમનું નામ આવે છે. બાબર આઝમે 2021માં 46 T20 મેચમાં 48.08ની એવરેજ સાથે 1779 રન બનાવ્યા હતા. આ દરમિયાન બાબરના બેટ વડે બે સદી અને 18 ફીફ્ટી ફટકારવામાં આવી છે.
એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20 રન બનાવવાના મામલે વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન ક્રિસ ગેલ ત્રીજા નંબર પર છે. 2015 માં ક્રિસ ગેલે 36 T20 માં 59.46 ની એવરેજ સાથે 1665 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી અને દસ ફીફ્ટીનો સમાવેશ થાય છે. મોહમ્મદ રિઝવાને આ વર્ષે 29 T20 ઇન્ટરનેશનલ મેચોમાં 73.66ની એવરેજ અને 134.89ની સ્ટ્રાઈક રેટ સાથે 1326 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 12 ફીફ્ટી ફટકારી હતી. T20 ઈન્ટરનેશનલમાં એક કેલેન્ડર વર્ષમાં 1000 રન બનાવનાર મોહમંદ રિઝવાન પ્રથમ બેટ્સમેન છે.
એક કેલેન્ડર ઇયરમાં સૌથી વધુ ટી20 રન
2036 - મોહમંદ રિઝવાન (વર્ષ 2021*)
1779 - બાબર આઝમ (વર્ષ 2021*)
1665 - ક્રિસ ગેલ (વર્ષ 2015)
1614 - વિરાટ કોહલી (વર્ષ 2016)
1607 - બાબર આઝમ (વર્ષ 2019)
તૂટી ગયો રોહિત અને રાહુલનો વર્લ્ડ રેકોર્ડ
ગુરુવારે રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 ઈન્ટરનેશનલ સિરીઝની છેલ્લી મેચમાં બાબર અને રિઝવાને પાંચમી વખત પ્રથમ વિકેટ માટે 100થી વધુ રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત-ધવન અને રોહિત-રાહુલની જોડીએ ચાર વાર આમ કરી ચૂકી છે. આ સાથે મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમે મળીને T20 ઈન્ટરનેશનલમાં આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. આ જોડીએ રોહિત શર્મા-શિખર ધવન અને રોહિત શર્મા-કેએલ રાહુલની જોડીનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમ વિકેટ માટે સૌથી વધુ સદીની ભાગીદારી કરવાનો વર્લ્ડ રેકોર્ડ હવે એકલા બાબર અને રિઝવાનના નામે છે, પહેલાં આ ત્રણેય જોડી સંયુક્ત રીતે નંબર વન પર હતી.
પાકિસ્તાને કર્યો રેકોર્ડબ્રેક ચેઝ
પાકિસ્તાનને 208 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રિઝવાને 45 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 87 રન બનાવ્યા જ્યારે બાબરે 53 બોલમાં 79 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. બંનેએ પ્રથમ વિકેટ માટે 158 રનની ભાગીદારી નોંધાવી હતી, કારણ કે પાકિસ્તાને લક્ષ્યનો પીછો કરવા માટે સાત બોલ બાકી રહીને ત્રણ વિકેટ ગુમાવી હતી. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે ત્રણ વિકેટે 207 રન બનાવ્યા હતા. તેના માટે કેપ્ટન નિકોલસ પૂરણે 37 બોલમાં બે ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. તેના સિવાય શમાર્થ બ્રુક્સે 49, બ્રેન્ડન કિંગે 43 અને ડેરેન બ્રાવોએ અણનમ 34 રનનું યોગદાન આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે