India vs Australia First Test: પહેલી ટેસ્ટ મેચમાં આ 2 ધૂરંધર ખેલાડી નહીં રમે? કેપ્ટન રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો
India vs Australia Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝનો પહેલો મુકાબલો આવતી કાલે એટલે કે 9 ફેબ્રુઆરીએ નાગપુરમાં શરૂ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ કાલથી નાગપુરમાં સવારે 9.30 વાગ્યાથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કાલે નાગપુરમાં શરૂ થનારી પહેલી ટેસ્ટમેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને પ્લેઈંગ ઈલેવન વિશે મોટો ખુલાસો કર્યો છે.
Trending Photos
India vs Australia Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝનો પહેલો મુકાબલો આવતી કાલે એટલે કે 9 ફેબ્રુઆરીએ નાગપુરમાં શરૂ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ કાલથી નાગપુરમાં સવારે 9.30 વાગ્યાથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કાલે નાગપુરમાં શરૂ થનારી પહેલી ટેસ્ટમેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને પ્લેઈંગ ઈલેવન વિશે મોટો ખુલાસો કર્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનું ઘણું બધુ દાવ પર લાગ્યું છે. ભારતને જો આ વર્ષ જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમવી હોય તો તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ ટેસ્ટ સિરીઝ કોઈ પણ સંજોગોમાં જીતવી જ પડશે.
પહેલી મેચમાં બહાર થશે આ બે ખેલાડી?
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કાલથી નાગપુરમાં શરૂ થનારી પહેલી ટેસ્ટ મેચમાં કોને તક મળશે અને કોને નહીં તે રોહિત શર્માએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જ મોટે ભાગે સ્પષ્ટ કરી દીધુ. રોહિત શર્માએ આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, શુભમન ગિલ સારા ફોર્મમાં છે, અને અનેક મોટી સદી મારી ચૂક્યો છે. અમે એ પણ જોઈ ચૂક્યા છીએ કે સૂર્યકુમાર યાદવ શું કરી શકે છે. પરંતુ અમે હજુ સુધી તેનો નિર્ણય લીધો નથી કે અમે બંનેમાંથી કોને પ્લેઈિંગ ઈલેવનમાં તક આપીશું.
શુભમન ગિલ જે પ્રકારે હાલમાં જ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમો વિરુદધ વનડે અને ટી20 મેચોમાં કહેર મચાવીને રમ્યો તેને જોતા જો તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચોમાં પણ તેના પ્રદર્શનને દોહરાવે તો પછી બોર્ડર ગાવસ્કર સિરીઝમાં ભારતની જીત પાક્કી છે.
પ્લેઇંગ 11 વિશે ખુલાસો
નાગપુરમાં ટર્નિંગ પીચ અંગે ખુબ વાતો થઈ રહી છે જેને લઈને કેપ્ટન રોહિત શર્માએ રહસ્ય ખોલ્યું છે. રોહિત શર્માએ કહ્યું કે અમારી પાસે ચાર ક્વોલિટી સ્પીનર છે. જો આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા સાથે મે ઘણું ક્રિકેટ રમ્યું છે. જ્યારે અક્ષર પટેલ અને કુલદીપ યાદવને પણ જ્યારે જ્યારે તક મળી છે ત્યારે બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અમે બસ અમારા ખેલ પર ધ્યાન આપવા માંગીએ છીએ. બંને દેશોના જે પણ 22 ખેલાડી કાલે રમવા માટે ઉતરશે તે તમામ સારા ક્રિકેટર છે અને તેમણે સારું ક્રિકેટ રમવું પડશે. ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2004 બાદથી ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતી નથી. બંને દેશો વચ્ચે ભારતની ધરતી પર ટેસ્ટ સિરીઝ પૂરા 6 વર્ષ બાદ રમાઈ રહી છે. છેલ્લે ભારતમાં વર્ષ 2017માં રમાયેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલયાને 2-1થી હરાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે