IND vs NZ: Eden Gardens માં રોહિત શર્માએ મચાવી ધમાલ, તોડ્યો વિરાટ કોહલીનો વર્લ્ડ રેકોર્ડ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સિરીઝ દરમિયાન વિરાટ કોહલીને આરામ અપાયો છે. જો કે કિંગ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માએ તેનો એક ખુબ મહત્વનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત-ન્યૂઝીલેન્ડ ટી-20 સિરીઝ (India vs New Zealand T20 Series) ની ત્રીજી અને છેલ્લી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ (Eden Gardens) ખાતે રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગકરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 184 રન કર્યા. ન્યૂઝીલેન્ડને મેચ જીતવા માટે 185 રનનો લક્ષ્યાંક મળ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સિરીઝ દરમિયાન વિરાટ કોહલીને આરામ અપાયો છે. જો કે કિંગ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માએ તેનો એક ખુબ મહત્વનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ઈડન ગાર્ડન્સમાં ચાલ્યો હિટમેનનો જાદુ
કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રોહિત શર્માએ 31 બોલમાં 180.64ની જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી ધમાકેદાર 56 રન કર્યા.
રોહિતે તોડ્યો વિરાટનો રેકોર્ડ
રોહિત શર્મા હવે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 50+ સ્કોર કરનાર ક્રિકેટર બન્યો છે. ડિટમેને આ જાદુ 30મી વાર કર્યો. આ રીતે તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો જે આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા તરપથી 29વાર 50થી વધુનો અંગત સ્કોર કરી ચૂક્યો છે.
રોહિત-વિરાટમાં જબરદસ્ત ટક્કર
ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માની અત્યાર સુધીમાં 4 સદી અને 30 અડધી સદી થઈ થઈ ચૂકી છે. વિરાટ કોહલીની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા તરફથી આ ફોર્મેટમાં તેણે 29 વખત ફિફ્ટી રન કર્યા છે જો કે તેના નામે એક પણ સદી નથી.
રોહિત-વિરાટ પાછળ કોણ?
રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ ત્રીજા નંબરે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર અને ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલનો નંબર આવે છે.
T20I માં સૌથી વધુ 50+ સ્કોર
રોહિત શર્મા- 30 (ભારત)
વિરાટ કોહલી- 29 (ભારત)
બાબર આઝમ- 25 (પાકિસ્તાન)
ડેવિડ વોર્નર- 22 (ઓસ્ટ્રેલિયા)
માર્ટિન ગુપ્ટિલ- 21 (ન્યૂઝીલેન્ડ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે