ભાજપનું શક્તિપ્રદર્શન: અમદાવાદ રિવરફ્રન્ટ પર સેંકડો કાર્યકર્તાઓ ઉમટી પડતા ભારે ટ્રાફીક જામ

  નવા વર્ષમાં રાજ્યના દરેક મહાનગરોમાં ભાજપ દ્વારા સ્નેમિલન સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે અમદાવાદ શહેર ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપે પરોક્ષ રીતે પોતાનું શક્તિપ્રદર્શન કર્યું હતું. શહેર ભાજપ યુવા મોરચા દ્વારા 2000 બાઇકોની વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી રિવરફ્રન્ટ વલ્લભસદનથી ઇવેન્ટર સેન્ટર સુધી આયોજીત થશે. આશરે 5000 જેટલા કાર્યકરો આ કાર્યક્રમમાં જોયા હતા. 
ભાજપનું શક્તિપ્રદર્શન: અમદાવાદ રિવરફ્રન્ટ પર સેંકડો કાર્યકર્તાઓ ઉમટી પડતા ભારે ટ્રાફીક જામ

અમદાવાદ :  નવા વર્ષમાં રાજ્યના દરેક મહાનગરોમાં ભાજપ દ્વારા સ્નેમિલન સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે અમદાવાદ શહેર ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપે પરોક્ષ રીતે પોતાનું શક્તિપ્રદર્શન કર્યું હતું. શહેર ભાજપ યુવા મોરચા દ્વારા 2000 બાઇકોની વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી રિવરફ્રન્ટ વલ્લભસદનથી ઇવેન્ટર સેન્ટર સુધી આયોજીત થશે. આશરે 5000 જેટલા કાર્યકરો આ કાર્યક્રમમાં જોયા હતા. 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઇનેન્ટ સેન્ટર ખાતે હાજર રહ્યા હતા. આ ઉપરાંત સી.આર પાટીલ સહિત અનેક ઉચ્ચ નેતાઓ હાજર રહ્યા હતા. જો કે સાબરમતી રિવરફ્રન્ટ પર સેંકડો બાઇકોની રેલી નિકળતા ટ્રાફીક જામ સર્જાયો હતો. રિવરફ્રન્ટથી વલ્લભસદન સુધી ભારે ટ્રાફિક જામ રહ્યો હતો. રિવરફ્રન્ટ પર મોટા પ્રમાણમાં ભાજપના ઝંડાઓ સાથે બાઇકો અને ગાડીઓનો ઠઠ જામ્યો હતો. આ ઉપરાંત ડી.જે અને ઢોલના તાલે પણ કાર્યકરો ઝુમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ પંચાલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપ પરમાર સહિત અનેક આગેવાનો જોડાયા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ડર ગ્રાઉન્ડમાં અમદાવાદ શહેર ભાજપનો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. જેની મોટાભાગની તૈયારીઓ ભાજપ દ્વારા પુરી કરી દેવાઇ છે. શનિવારે રાત્રે જ શહેર ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિતના હોદ્દેદારો અને નેતાઓએ મોડી રાત સુધી ઇવેન્ટ સેન્ટર ખાતે હાજર રહીને કાર્યક્રમને આખરી ઓપ આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news