રોહિત શર્માની નવી સિદ્ધિ, પોતાના નામે કર્યા ટી20ના બે વિશ્વ રેકોર્ડ

રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 40 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 50 રન પૂરા કર્યાં હતા. રોહિત શર્માની ટી20 આંતરરાષ્ટ્રીયમાં આ 21મી અડધી સદી છે.
 

રોહિત શર્માની નવી સિદ્ધિ, પોતાના નામે કર્યા  ટી20ના બે વિશ્વ રેકોર્ડ

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝના બીજા મુકાબલામાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અને વાઇસ કેપ્ટન રોહિત શર્માએ બે રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં અડધી સદી ફટકારવાની સાથે તે વિશ્વનો પ્રથમ એવો ક્રિકેટર બની ગયો છે, જેણે ક્રિકેટના આ ફોર્મેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારી છે. આ સાથે તેણે ક્રિસ ગેલનો ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ તોડી દીધો છે. 

રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 40 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 50 રન પૂરા કર્યાં હતા. રોહિત શર્માની ટી20 આંતરરાષ્ટ્રીયમાં આ 21મો 50+નો સ્કોર છે. આ મામલામાં રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 20 અડધી સદી ફટકારી છે. 

રોહિત શર્મા 20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વખત ફિફ્ટી પ્લસનો સ્કોર બનાવી ચુક્યો છે. હકીકતમાં રોહિતે 17 અડધી સદી અને 4 સદી ફટકારી છે. 

તો રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 3 છગ્ગા ફટકારતા ટી20મા સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ પહેલા રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના નામે હતો. ગેલના નામે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 105 છગ્ગા હતા. તો રોહિતના નામે હવે 107 છગ્ગા થઈ ગયા છે. 

ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન
રોહિત શર્મા 107
ક્રિસ ગેલ 105
માર્ટિન ગુપ્ટિલ 103
કોલિન મુનરો 92
બ્રેન્ડન મેક્કુલમ 91

ટી20મા સૌથી વધુ 50+નો સ્કોર
રોહિત શર્મા- 21 (17 અડધી સદી + 4 સદી)
વિરાટ કોહલી- 20 અડધી સદી
માર્ટિન ગુપ્ટિલ - 16 અડધી સદી 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news