રોહિત શર્માએ રચ્યો ભારતીય ક્રિકેટનો નવો ઈતિહાસ, આ મામલે બધાને છોડ્યા પાછળ

રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. 

રોહિત શર્માએ રચ્યો ભારતીય ક્રિકેટનો નવો ઈતિહાસ, આ મામલે બધાને છોડ્યા પાછળ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત સર્માએ બાંગ્લાદેશ વિરુદ્ધ ઈનિંગમાં બીજી સિક્સ ફટકારતા એક ઈતિહાસ રચી દીધો છે. રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. 

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ સિક્સ ફટકારનાર એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 358 સિક્સ ફટકારી છે. તો બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી સિક્સ ફટકારતા રોહિતે ધોનીના આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. 

આ સિવાય આ ઈનિંગ દરમિયાન ચોથી સિક્સ ફટકારતા રોહિત શર્મા વનડે ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં અત્યાર સુધી 229 ચગ્ગા ફટકાર્યા છે. આ મામલે તેણે ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ધોનીના નામે વનડે ક્રિકેટમાં 228 છગ્ગા છે. 

વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય ખેલાડી 

રોહિત શર્મા 230*

એમએસ ધોની 228

સચિન તેંડુલકર 195 

બાંગ્લાદેશ વિરુદ્ધ 5 છગ્ગા ફટકાર્યા બાદ આ આંકડા 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય ખેલાડી

રોહિત શર્મા 360 સિક્સ

એમએસ ધોની 358 સિક્સ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news