Rohit Sharma ને રડતો જોઇ પોતાના પર કાબૂ કરી ન શકી રિતિકા, છલકી પડ્યા આંસૂ- VIDEO

ODI World Cup 2023: ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ પણ તેની આંખોમાં આંસુ જોઈને રડી પડી હતી. ભારત હારતાની સાથે જ કેમેરા સ્ટેન્ડ તરફ વળ્યો, જ્યાં રિતિકા આંખોમાં આંસુ સાથે ઉભી હતી.

Rohit Sharma ને રડતો જોઇ પોતાના પર કાબૂ કરી ન શકી રિતિકા, છલકી પડ્યા આંસૂ- VIDEO

ODI World Cup 2023: ICC ODI વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. સતત 10 જીત સાથે વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચેલી ટીમ ઇન્ડિયાને જ્યારે હારનો સામનો કરવો પડ્યો ત્યારે તે મેદાન પર ભાંગી પડેલી દેખાતી હતી.ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાના આંસુ રોકી શક્યો ન હતો. રોહિતના આંસુ જોઈને સ્ટેડિયમમાં હાજર તેની પત્ની રિતિકા સજદેહ પણ ભાવુક થઈ ગઈ હતી.

રિતિકા સજદેહના સ્ટેન્ડમાં ઉભા રહીને રડતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેપ્ટન રોહિત શર્મા ફાઇનલમાં હારતાની સાથે જ તેનું માથું ઝુકી ગયું અને તેની આંખોમાં આંસુ જોવા મળ્યા. રિતિકાના ચહેરા પર પતિ અને દેશની હારનું દુ:ખ સ્પષ્ટ દેખાતું હતું. તે એકદમ ઉદાસ દેખાતી હતી. રિતિકાના આ ઈમોશનલ વીડિયોને ફેન્સ સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે.

માત્ર રિતિકા સજદેહ જ નહીં પરંતુ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને કેએલ રાહુલની પત્ની આથિયા શેટ્ટીના ઉદાસ ચહેરા પણ કેમેરામાં કેદ થયા હતા. અનુષ્કા શર્મા, આથિયા શેટ્ટી ઉપરાંત ક્રિકેટર્સના પરિવારજનો પણ સ્ટેન્ડમાં ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા.

ફાઈનલ પહેલા ટૂર્નામેન્ટમાં અજેય રહી હતી ટીમ ઈન્ડિયા 
છઠ્ઠી વર્લ્ડ કપ જીત બાદ ઓસ્ટ્રેલિયાએ મેદાન પર જબરદસ્ત ઉજવણી કરી હતી. બીજી તરફ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને અન્ય ખેલાડીઓ ભીની આંખો સાથે ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા હતા. ફાઈનલ પહેલા સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમનો વિજય થયો હતો.

— Bollywood Talkies (@bolly_talkies) November 19, 2023

6 વિકેટે જીત્યું ઓસ્ટ્રેલિયા 
ફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંક 43 ઓવરમાં હાંસલ કર્યો અને જીત મેળવી લીધી. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને 6 વિકેટે હરાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news