Rishabh Pant Car Accident Video : ચમત્કારિક રીતે બચ્યો પંત! ભડ ભડ સળગતી કારમાંથી લોહી લુહાણ હાલતમાં બહાર નીકળ્યો, જોઈ લો ઘટના સમયનો ભયંકર વીડિયો

Rishabh Pant Car Accident Video : ભયાનક અકસ્માત બાદ રાહદારીઓ પણ કારમાંથી બહાર આવેલા રિષભ પંતને ઓળખી શક્યા ન હતા, નવો વીડિયો આવ્યો સામે 

Rishabh Pant Car Accident Video : ચમત્કારિક રીતે બચ્યો પંત! ભડ ભડ સળગતી કારમાંથી લોહી લુહાણ હાલતમાં બહાર નીકળ્યો, જોઈ લો ઘટના સમયનો ભયંકર વીડિયો

Cricketer Rishabh Pant Car Accident: ભારતીય ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. દિલ્હી-દેહરાદૂન હાઈવે પર તેમની કાર કાબૂ બહાર ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ અને બીજી લેનમાં પડી હતી. મર્સિડીઝની ટક્કર એટલી જોરદાર હતી કે કાર થોડી જ વારમાં આગનો ગોળો બની ગઈ હતી. સદ્ભાગ્યે, ઋષભ પંત કારમાંથી કાચ તોડીને બહાર નીકળ્યો અને રસ્તાની બાજુએ સૂઈ ગયો હતો. શરીર પર ગંભીર ઈજાઓ પહોચી છે.  આજે ઋષભ પંત મોતના મુખમાંથી બચીને બહાર આવ્યો છે. આ દરમિયાન કેટલાક ટ્રક ચાલકો તેને ઓળખી ગયા હતા. આ અકસ્માત પછીના બે વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.જેમાં ઋષભ પંત લોહી લુહાણ હાલતમાં જોવા મળી રહ્યો છે. 

પહેલો વીડિયો હાઈવે પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ બનાવ્યો હતો. કારને આગનો ગોળો બનતી જોઈને આ વ્યક્તિ વીડિયો બનાવતા તેની તરફ દોડયો હતો. વીડિયો બનાવનાર વ્યક્તિ રસ્તાના બીજા છેડે એક વ્યક્તિને ગંભીર હાલતમાં જુએ છે. ત્યારે એક ટ્રક ડ્રાઈવર કહે, અરે આ તો ભારતીય ખેલાડી રિષભ પંત છે. બીજા વીડિયોમાં ઋષભ પંત ડ્રાઈવરોની મદદથી ઉભા છે. તેના માથામાંથી લોહી ટપકતું જોવા મળે છે.

આ પણ વાંચો : 

— Rishabh pant fans club (@rishabpantclub) December 30, 2022

અકસ્માત સ્થળ પરથી જે તસવીરો સામે આવી છે તે દર્શાવે છે કે રિષભ પંતની કાર તેજ ગતિએ ડિવાઈડરની રેલિંગ સાથે અથડાઈ હતી અને આગ લાગી હતી. સ્થળ પર હાજર લોકોએ 108ની મદદથી પહેલા રૂડકી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. પંતને સારવાર માટે દિલ્હી રીફર કરવામાં આવ્યો છે. આ માર્ગ અકસ્માત NH-58 પર મેંગલોર કોતવાલી વિસ્તારમાં થયો હતો. ઋષભ પંતની કાર એટલી સ્પીડથી ટકરાઈ કે ટક્કર બાદ તે હવામાં ઉછળીને ડિવાઈડરના પોલ સાથે અથડાઈ અને રોડની બીજી બાજુ પર પડી. કાર અથડામણના સ્થળેથી લગભગ 100 મીટર દૂર પડી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news