ઈંગ્લેન્ડ વિરુદ્ધ સાઉથમ્પ્ટનમ ટેસ્ટમાં રિષભ પંતે બનાવ્યો આ શર્મજનક રેકોર્ડ
રિષભ પંતે 29 બોલનો સામનો કર્યો, પરંતુ તે પોતાનું ખાતુ ખોલવામાં નિષ્ફળ રહ્યો અને આઉટ થઈ ગયો હતો.
Trending Photos
સાઉથમ્પ્ટનમઃ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સાઉથમ્પ્ટનમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં એક શર્મજનક રેકોર્ડ બનાવ્યો છે જે કોઈ બેટ્સમેન પોતાના નામે કરવા ઈચ્છશે નહીં.
હકીકતમાં પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલા પંતે 29 બોલનો સામનો કર્યો પરંતુ તે પોતાનું ખાતુ ખોલવામાં નિષ્ફળ રહ્યો અને આઉટ થઈ ગયો હતો. પંત 47 મિનિટ સુધીનો સમય ક્રિઝ પર વિતાવ્યો હતો.
રિષભ પંચે એક ટેસ્ટમાં સૌથી વધુ બોલનો સામનો કર્યા બાદ ખાતુ ખોલાવ્યા વિના આઉટ થવાની સાથે ઇરફાન પઠાણ અને સુરેશ રૈનાની બરોબરી કરી લીધી છે. ઇરફાન પઠાણે વર્ષ 2005માં પાકિસ્તાન વિરુદ્ધ બેંગલુરૂ ટેસ્ટમાં 29 બોલનો સામનો કર્યા બાદ ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.
ત્યારબાદ વર્ષ 2011માં સુરેશ રૈનાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ લંડનના ઓવલ મેદાન પર આ કારનામું કર્યું હતું. પરંતુ હવે આ યાદીમાં પંતે પણ પોતાનું નામ નોંધાવી દીધું છે.
સૌથી વધુ બોલનો સામનો કરી ખાતુ ખોલાવ્યા વિના આઉટ થનારા ભારતીય
બોલ ખેલાડી વિરુદ્ધ જગ્યા વર્ષ
29 ઇરફાન પઠાણ પાકિસ્તાન બેંગલુરૂ 2004/05
29 સુરેશ રૈના ઈંગ્લેન્ડ ધ ઓવલ 2011
29 રિષભ પંત ઈંગ્લેન્ડ સાઉથમ્પ્ટનમ 2018
28 મુનાફ પટેલ વેસ્ટઈન્ડિઝ સેન્ટ જોર્જ 2005/06
25 સંજય માંજરેકર સાઉથ આફ્રિકા ડરબન 1992/93
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે