Ind vs Aus: આ મારા જીવનની સૌથી મોટી ક્ષણ, ઐતિહાસિક જીત અપાવ્યા બાદ બોલ્યો Rishabh Pant

ભારતની આ જીતનો હીરો યુવા બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant), શુભમન ગિલ અને અનુભવી ચેતેશ્વર પૂજારા રહ્યા. રિષભ પંત (Rishabh Pant) ને શાનદાર બેટિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

Ind vs Aus: આ મારા જીવનની સૌથી મોટી ક્ષણ, ઐતિહાસિક જીત અપાવ્યા બાદ બોલ્યો Rishabh Pant

બ્રિસબેનઃ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) એ બ્રિસબેનના ગાબા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. ભારતને જીતવા માટે 328 રનનો મુશ્કેલ ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે સાત વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. આ સાથે ભારતે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ 2-1થી પોતાના નામે કરી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી લીધી છે. 

રિષભ પંત બન્યો મેન ઓફ ધ મેચ
ભારતની આ જીતનો હીરો યુવા બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant), શુભમન ગિલ અને અનુભવી ચેતેશ્વર પૂજારા રહ્યા. રિષભ પંત (Rishabh Pant) ને શાનદાર બેટિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જેણે આ મેચમાં 89 રન બનાવ્યા હતા. પંતે પ્રથમ ઈનિંગમાં 23 રનનું યોગદાન આપ્યુ હતું. બીજી ઈનિંગમાં પંતે 9 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 

રિષભ પંતે ગણાવી ડ્રીમ સિરીઝ
રિષભ પંતે મેચ બાદ કહ્યુ કે, આ મારા જીવનની સૌથી મોટી ક્ષણ છે અને મને ખુશી છે કે તમામ સપોર્ટ સ્ટાફ અને મારા સાથીઓએ મને ત્યારે પણ સમર્થન આપ્યું જ્યારે હું રમી રહ્યો નહતો. આ એક ડ્રીમ સિરીઝ રહી. તેણે કહ્યું, ટીમ મેનેજમેન્ટ મને હંમેશા સમર્થન આપતુ રહ્યુ છે અને મને જણાવે છે કે તું એક મેચ વિનર છે અને તારે ટીમ માટે મેચ જીતવી પડશે. 

પાંચમા દિવસે કેટલી મુશ્કેલ હતી બેટિંગ
રિષભ પંતે કહ્યુ, હું દરરોજ તે વિચારુ છું કે હું ભારત માટે મેચ જીતવા ઈચ્છુ છું અને આજે તે કર્યુ. પિચને લઈને પંતે કહ્યુ, મેચના પાંચમાં દિવસે પિચ થોડી અલગ હતી અને બોલ ટર્ન થઈ રહ્યો હતો. મને લાગે છે કે મારે મારા શોટ સિલેક્શન માટે અનુશાસિત થવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news