AUS vs IND: 36 પર ઓલઆઉટ, લીવ પર વિરાટ, ઈજાઓથી પરેશાન ટીમ, આ ભારતીય વીરોના જુસ્સાને સલામ
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) એ બ્રિસબેનના ગાબા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. ભારતને જીતવા માટે 328 રનનો મુશ્કેલ ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે સાત વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. આ સાથે ભારતે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ 2-1થી પોતાના નામે કરી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી લીધી છે.
Trending Photos
બ્રિસબેનઃ Indian Cricket Team: ભારતે બ્રિસબેનના ગાબામાં રમાયેલી ચોથી મેચ મંગળવારે અંતિમ દિવસે ત્રણ વિકેટથી જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ઈનિંગમાં 369 રન બનાવ્યા અને ભારતીય ટીમ પોતાની પ્રથમ ઈનિંગમાં 336 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઘણા સ્ટાર ખેલાડીઓ બહાર રહ્યા બાદ અને ઈજાથી પરેશાન રહેવા છતાં ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ જીતવી ખુબ મહત્વ રાખે છે.
સતત બીજીવાર ભારતે જીતી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી
મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરે ઓસ્ટ્રેલિયાની (AUS vs IND) ઈનિંગમાં 294 રને સમેટી, જેથી ટીમને જીતવા માટે 328 રનનો લક્ષ્ય મળ્યો. ભારતે શુભમન ગિલ 91, રિષભ પંત 89*, ચેતેશ્વર પૂજારા 56ની દમદાર ઈનિંગની મદદથી લક્ષ્યને હાસિલ કર્યો અને બ્રિસબેનમાં તિરંગો લહેરાવી દીધો. ઓસ્ટ્ર્લેયિાના ફાસ્ટ બોલરે બીજી ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી. આ જીતની સાથે ભારતે ટ્રોફી કબજે કરી છે.
36 રનમાં ઓલઆઉટ ટીમ
કોઈપણ ટીમનું મનોબળ નીચુ જઈ શકે છે જ્યારે સિરીઝની પ્રથમ મેચમાં તે 36 રનમાં ઓલઆઉટ થઈ જાય. આમ ભારતની સાથે થયું જ્યારે તે પ્રથમ મેચની બીજી ઈનિંગમાં 36 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે તમામ આલોચનાઓનો સામનો કર્યો, ટીમ મજબૂત બની અને બીજી ટેસ્ટમાં વિજય મેળવ્યો.
પેટરનિટી લીવ પર વિરાટ કોહલી
વિશ્વના મહાન બેટ્સમેનોમાં સામેલ વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ બાદ પેટરનિટી લીવ પર આવી ગયો. તેના ઘરે પુત્રીનો જન્મ થયો. તે વનડે અને ટી20 સિરીઝ બાદ એડિલેટ ટેસ્ટમાં રમ્યો હતો. વિરાટ સ્વદેશ પરત ફર્યો અને ટીમની કમાન રહાણેએ સંભાળી. રહાણેએ ટીમને એક કરી અને હવે આ ટીમે કાંગારૂની ધરતી પર ઈતિહાસ રચી દીધો.
ઈજાથી પરેશાન
ભારતીય ટીમ ઈજાથી પરેશાન રહી. તેના ઘણા સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થઈ ગયા અને ચોથી ટેસ્ટમાં અંતિમ ઇલેવન બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમ છતાં હાર ન માનવાનો જુસ્સો દેખાડ્યો અને તમામ પડકારનો પાર કર્યા. જાડેજા, વિહારી, બુમરાહ અને અશ્વિન બહાર રહ્યાં. એટલું જ નહીં મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા અને ગાબા ટેસ્ટની જીતનો હીરો રિષભ પંત ઈજા છતાં રમતા રહ્યા.
આ પણ વાંચોઃ INDvsAUS: ભારતીય ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીતથી પીએમ મોદી ગદગદ, આ દિગ્ગજોએ પણ આપી શુભેચ્છા
નવા ખેલાડીઓનો જલવો
જ્યારે ટીમ પ્રથમ ટેસ્ટમાં 36 રનમાં ઓલઆઉટ થઈ અને ત્રણ દિવસમાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે નવા ખેલાડીઓ પર જવાબદારી આવી ગઈ. ભારતના પાંચ ખેલાડીઓએ આ પ્રવાસમાં પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી, જેમાં મોહમ્મદ સિરાજ, શુભમન ગિલ, નવદીપ સૈની, ટી નટરાજન અને વોશિંગટન સુંદર સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે