Rishabh Pant: કાર-અકસ્માત બાદ પહેલીવાર જોવા મળ્યો રિષભ પંત, તસવીર જોઈને પ્રશંસકોને પણ થવા લાગશે દર્દ

25 વર્ષીય રિષભ પંતે શુક્રવારે સોશિયલ મીડિયા પર પોતાની બે તસવીરો પોસ્ટ કરી હતી. તેના કેપ્શનમાં લખ્યું, 'એક પગલું આગળ, એક પગલું મજબૂત, એક પગલું સારું.' પંત ટેકાના સહારે ચાલવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

Rishabh Pant: કાર-અકસ્માત બાદ પહેલીવાર જોવા મળ્યો રિષભ પંત, તસવીર જોઈને પ્રશંસકોને પણ થવા લાગશે દર્દ

Rishabh Pant Crutches, Health Update: ભારતીય ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત હાલમાં રિકવરીના સમયમાંથી પ્રસાર થઈ રહ્યો છે. તેણે શુક્રવારે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આ ફોટામાં પંત સહારાના ટેકે ફરતો જોવા મળી રહ્યો છે. તેના એક પગ પર પટ્ટી બાંધેલી છે. ગત વર્ષે ડિસેમ્બરના અંતમાં પંતનો કાર અકસ્માત થયો હતો. ત્યારે તે દિલ્હીથી રૂડકી સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો.

25 વર્ષીય રિષભ પંતે શુક્રવારે સોશિયલ મીડિયા પર પોતાની બે તસવીરો પોસ્ટ કરી હતી. તેના કેપ્શનમાં લખ્યું, 'એક પગલું આગળ, એક પગલું મજબૂત, એક પગલું સારું.' પંત ટેકાના સહારે ચાલવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. તેના જમણા પગમાં પણ સોજો દેખાય છે. તે માત્ર એક પગ પર ઉભો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ચાહકો પંતની અસહ્ય પીડાનો અંદાજ લગાવી શકે છે.

— Rishabh Pant (@RishabhPant17) February 10, 2023

એરલિફ્ટ કરી લાવવામાં આવ્યો હતો મુંબઈ
રિષભ પંત ગત વર્ષે 30 ડિસેમ્બરે કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. ઘટના બાદ તેમની કારમાં ભીષણ આગ લાગી હતી. સ્થાનિક લોકોની મદદથી પંતને તાત્કાલિક રૂડકીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને દેહરાદૂન ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યા હતા. આ અકસ્માત ખૂબ જ ગંભીર હતો. અકસ્માત બાદ તેની કાર પણ બળી ગઈ હતી.

આવું છે પંતનું કરિયર
રિષભ પંત અત્યાર સુધીમાં 33 ટેસ્ટ, 30 વનડે અને 66 ટી20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે. આ 25 વર્ષીય વિકેટકીપરે ટેસ્ટમાં 5 સદી અને 11 અડધી સદીની મદદથી 2271 રન બનાવ્યા છે. જ્યારે, વનડેમાં એક સદી અને 5 અડધી સદી ફટકારીને 865 જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટની 66 મેચોમાં 3 અડધી સદીના કારણે કુલ 987 રન બનાવ્યા છે. તે ગયા વર્ષે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં રમતા જોવા મળ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news