પાકિસ્તાનના ક્રિકેટરનો એક એવો રેકોર્ડ, જે 47 વર્ષ બાદ તૂટી શક્યો નથી...

Youngest player to score a double hundred: ક્રિકેટમાં એક રેકોર્ડ એવો છે જે ચાર દાયકા બાદ પણ તૂટ્યો નથી. આ રેકોર્ડ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં બેવડી સદી ફટકારવાનો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ સ્ટાર બેટર જાવેદ મિયાંદાદના નામ પર છે. 

પાકિસ્તાનના ક્રિકેટરનો એક એવો રેકોર્ડ, જે 47 વર્ષ બાદ તૂટી શક્યો નથી...

નવી દિલ્હીઃ કહેવામાં આવે છે કે રેકોર્ડ બનવા માટે તૂટે છે પરંતુ ક્રિકેટનો એક એવો રેકોર્ડ છે જે ચાર દાયકા બાદ પણ તૂટી શક્યો નહીં. આ રેકોર્ડ છે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં બેવડી સદી ફટકારવાનો. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરમાં ડબલ સેન્ચુરી બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના સ્ટાર બેટર જાવેદ મિયાંદાદ (Javed Miandad)ના નામ પર છે, જેણે વર્ષ 1976માં 19 વર્ષ 140 દિવસની ઉંમરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કરાચીમાં બેવડી સદી ફટકારી હતી. 

મેચમાં મિયાંદાદે 29 ચોગ્ગા અને બે સિક્સની મદદથી 206 રન બનાવ્યા હતા. 1976થી ક્રિકેટ લાંબી સફર કાપી 2023માં પહોંચી ગયું છે પરંતુ મિયાંદાદનો રેકોર્ડ હજુ સુધી કોઈ બેટર તોડી શક્યા નથી. મિયાંદાદે વેસ્ટ ઈન્ડિઝના જોર્જ હેડલી (George Headley)નો રેકોર્ડ તોડી આ સિદ્ધિ પોતાના નામે કરી હતી. મિયાંદાદ પહેલા જોર્જ હેડલી ટેસ્ટમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારનાર બેટર હતા. તેમણે વર્ષ 1930માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ કિંગસ્ટનમાં જ્યારે 223 રનની ઈનિંગ રમી હતી ત્યારે તેમની ઉંમર 20 વર્ષ 308 દિવસની હતી. 

આ મામલામાં ત્રીજા સ્થાન પર ભારતીય બેટર વિનોદ કાંબલી છે. 1993માં 21 વર્ષ 32 દિવસની ઉંમરમાં કાંબલીએ વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 224 રનની ઈનિંગ રમી હતી. મિયાંદાદની વાત કરીએ તો 123 ટેસ્ટમાં તેમણે 52.57ની એવરેજથી 8832 રન બનાવ્યા હતા, જેમાં 23 સદી સામેલ છે. વનડેમાં પણ તેમનો રેકોર્ડ પ્રભાવી રહ્યો છે. તેણે 223 વનડેમાં 41.70ની એવરેજથી 7381 રન બનાવ્યા, જેમાં આઠ સદી સામેલ છે. 

ટેસ્ટમાં સૌથી નાની વયે બેવડી સદી ફટકારનાર ટોચના 5 બેટ્સમેન
1. જાવેદ મિયાંદાદ (પાકિસ્તાન): 19 વર્ષ 140 દિવસ (206 રન)
2. જ્યોર્જ હેડલી (વેસ્ટ ઈન્ડિઝ): 20 વર્ષ 308 દિવસ (223 રન)
3. વિનોદ કાંબલી (ભારત): 21 વર્ષ 32 દિવસ (224 રન)
4. ગેરી સોબર્સ (વેસ્ટ ઈન્ડિઝ): 21 વર્ષ 213 દિવસ (365* રન)
5. ગ્રીમ સ્મિથ (દક્ષિણ આફ્રિકા): 21 વર્ષ 259 દિવસ (200 રન)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news