કેવા દેખાતા હતા 'યંગ' મુકેશ અંબાણી? Reliance Industries એ શેર કર્યો જૂનો VIDEO
Mukesh Ambani old Video: Reliance Industries ની પેટ્રોલિયમ રિફાઈનરી જામનગરમાં આવેલી છે, તેણે શરૂ થયાના 25 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ અવસરે કંપની તરફથી મુકેશ અંબાણીનો એક જૂનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.
Trending Photos
Mukesh Ambani old Video: રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝની પેટ્રોલિયમ રિફાઈનરીને શરૂ થયાના 25 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ પેટ્રોલિયમ રિફાઈનરી જામનગરમાં આવેલી છે. રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝની પેટ્રોલિયમ રિફાઈનરી દુનિયાની સૌથી મોટી રિફાઈનરીઓમાં સામેલ છે. તેણે શરૂ થયાના 25 વર્ષ પૂર્ણ થતાં કંપની તરફથી મુકેશ અંબાણીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો. વીડિયો જૂનો છે, જેમાં મુકેશ અંબાણી અત્યારની સરખામણીમાં ખાસ્સા જવાન દેખાઈ રહ્યા છે.
પેટ્રોલિયમ રિફાઈનરીની 25મી વર્ષગાંઠનો જશ્ન મનાવતા કંપની તરફથી યુવા મુકેશ અંબાણીની યાદમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ રિફાઈનરીની સ્થાપના અને તેના મહત્વ પર પોતાની વાત રાખતા નજરે પડી રહ્યા છે.
વીડિયોમાં શું જણાવી રહ્યા છે મુકેશ અંબાણી?
વીડિયોમાં મુકેશ અંબાણી ઘણા યંગ દેખાઈ રહ્યા છે. તે કંપનીમાં ઉભા થઈને કંપની, પિતા અને કંપની વિજન વિશે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. તેઓ વીડિયોમાં કહી રહ્યા છે કે જામનગરે નિર્વિવાદપણે દુનિયાને બતાવી દીધું છે કે જો આપણે સપના જોઈ શકીએ તો તેને પૂરા પણ કરી શકીએ. વિડિયોમાં તે એમ પણ કહી રહ્યા છે કે મારા પિતા ધીરુભાઈ અંબાણીનું વિજન વાસ્તવમાં એ જ છે કે તમે જે પણ કરો તે વિશ્વસ્તરીય હોવું જોઈએ.
વીડિયો શેર કરતા લખવામાં આવ્યું છે કે એક ચમત્કારનું નિર્માણ જામનગર રિફાઈનરીના નિર્માણ પાછળની અસાધારણ દ્દષ્ટિ અને બેજોડ સ્કેલ. શરૂઆતથી લઈને રેકોર્ડ તોડ નિર્માણ સુધી જોઈએ તો કેવી રીતે એક ચમત્કાર બનાવવામાં આવ્યો.
જુઓ વીડિયો...
Making of a Marvel
Discover the extraordinary vision and unmatched scale behind the creation of the Jamnagar refinery. From groundbreaking innovation to record-breaking construction, witness how a marvel was made. pic.twitter.com/rjxgczV1xz
— Reliance Industries Limited (@RIL_Updates) December 29, 2024
28 ડિસેમ્બર 1999, આજથી લગભગ 25 વર્ષ પહેલા આ રિફાઈનરી ઓપરેશનલ શરૂ થઈ હતી. જામનગર રિફાઈનરીએ ભારતના કુલ પેટ્રોલિયમ રિફાઈિંગ કેપેસિટીમાં 25 ટકાનું યોગદાન આપ્યું છે. જોકે, આ રિફાઈનરીની ઉત્પાદન ક્ષમતા 1.4 મિલિયન બેરલ પ્રતિદિવસ છે અને આ દુનિયાભરના 247 ગ્રેડના કાચા ફીડસ્ટોકને પ્રોસેસ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે