IND VS ENG: રવીન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડની ધરતી પર મચાવી ધૂમ, બેટિંગથી કરી કમાલ અને દિગ્ગજો સાથે કરી બરોબરી
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામે નોટિંગહામ ટેસ્ટમાં ઈતિહાસ બનાવી દીધો છે.
Trending Photos
નોટિંગહામ: ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામે નોટિંગહામ ટેસ્ટમાં ઈતિહાસ બનાવી દીધો છે. તેણે પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે 18 રન બનાવતાની સાથે ટેસ્ટમાં 2000 રન પૂરા કર્યા. તેની સાથે જ રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 2000 રન અને 200 વિકેટ લેનારો પાંચમો ભારતીય બની ગયો. તેણે સેમ કરનની બોલિંગમાં ચોક્કો મારીને આ સિદ્ધિ હાંસલ કરી. જાડેજા 145 રન પર ભારતની પાંચ વિકેટ પડી ત્યારે ક્રીઝ પર આવ્યો હતો. તેના પછી તેણે બેટિંગમાં કમાલ કરી અને 53મી ટેસ્ટમાં 2000 રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી લીધી.
53મી ટેસ્ટમાં 2000 રન અને 200 વિકેટ:
રવીન્દ્ર જાડેજાએ 53મી ટેસ્ટમાં આ સફળતા મેળવી. તેની પહેલાં ઈંગ્લેન્ડના ઈયાન બોથમે 42 ટેસ્ટમાં, કપિલ દેવ-ઈમરાન ખાને 50 ટેસ્ટ અને રવિચંદ્રન અશ્વિને 51 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. રવીન્દ્ર જાડેજાએ હાલના વર્ષોમાં બોલિંગની સાથે બેટિંગમાં પણ ટીમ ઈન્ડિયા માટે કમાલ કરી છે. તેણે ઈંગ્લેન્ડ સામે છેલ્લા પ્રવાસે ભારત માટે સારી બેટિંગ કરી હતી અને અર્ધસદી ફટકારી હતી. ત્યારે તેણે એક માત્ર ટેસ્ટ રમી હતી. જેમાં તેણે અણનમ 86 રન બનાવ્યા હતા.
2000 રન-200 વિકેટ લેનારો પાંચમો ભારતીય:
કપિલ દેવ - 434 વિકેટ અને 5248 રન
અનિલ કુંબલે - 619 વિકેટ અને 2506 રન
રવિચંદ્રન અશ્વિન - 413 વિકેટ અને 2685 રન
હરભજન સિંહ - 413 વિકેટ અને 2224 રન
રવીન્દ્ર જાડેજા - 221 વિકેટ અને 2012 રન
રન બનાવવામાં સૌથી સારી એવરેજ:
રવીન્દ્ર જાડેજાની રમત અવારનવાર ટીમ ઈન્ડિયાના બીજા સિતારાના કારણે દબાઈ જાય છે. પરંતુ આ ખેલાડી ટેસ્ટમાં ઘણો સફળ રહ્યો છે. તેની રન બનાવવાની એવરેજ 35.44ની છે. જ્યારે વિકેટ લેવાની સરેરાશ 24.41ની છે. એટલે બેટિંગ અને બોલિંગમાં તેની એવરેજ 11.03ની છે. આ દ્રષ્ટિએ તે દુનિયાના મહાન ઓલરાઉન્ડરમાં ચોથા નંબરે આવી જાય છે. તેનાથી આગળ માત્ર વેસ્ટ ઈન્ડિઝનો ગેરી સોબર્સ, દક્ષિણ આફ્રિકાનો જેક કાલિસ અને પાકિસ્તાનનો ઈમરાન ખાન છે. રવીન્દ્ર જાડેજા ભારત માટે સફળ ઓલરાઉન્ડર સાબિત થઈ રહ્યો છે. શોન પોલોક, શાકિબ અલ હસન, ઈયાન બોથમ, રિચાર્ડ હેડલી,ક્રિસ કેર્ન્સ અને કપિલ દેવ જેવા મહારથીઓ પહેલાં જાડેજાનું નામ આવે છે.
ભારત માટે ઓવરઓલ પ્રદર્શન:
રવીન્દ્ર જાડેજાએ 2009માં ટીમ ઈન્ડિયામાં જગ્યા મેળવી હતી. તેના ચાર વર્ષ પછી 2013માં તે ટેસ્ટ ટીમનો ભાગ બન્યો હતો. અત્યાર સુધી તે 52 ટેસ્ટ, 168 વન-ડે અને 50 ટી-20 મેચ રમી ચૂક્યો છે. તેના નામે ટેસ્ટમાં 211 વિકેટ અને 2012 રન, વન-ડેમાં 188 વિકેટ અને 2411 રન અને ટી-20માં 39 વિકેટ અને 217 રન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે