બાંગ્લાદેશ વિરુદ્ધ છવાયો રાશિદ ખાન, ભારતમાં બનાવ્યો આ અનોખો રેકોર્ડ

રાશિદ ખાને દહેરાદૂનમાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમતા આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં પોતાની 50 વિકેટ પૂરી કરી છે. 

 

બાંગ્લાદેશ વિરુદ્ધ છવાયો રાશિદ ખાન, ભારતમાં બનાવ્યો આ અનોખો રેકોર્ડ

દેહરાદૂનઃ અફઘાનિસ્તાનના સ્પિન બોલર રાશિદ ખાન પોતાના નામે નવો રેકોર્ડ નોંધાવતો જાઈ છે. માત્ર 19 વર્ષની ઉંમરે તે આઈસીસી ટી20 રેકિંગમાં ટોપ બોલર બની ચૂર્યો છે. તે સિવાય તે વનડે રેકિંગમાં પણ તે બીજા નંબરનો બોલર છે. આ વર્ષે આઈપીએલમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતમાં યજમાન તરીકે અફઘાનિસ્તાન બાંગ્લાદેશમાં ટી20 શ્રેણી રમી રહ્યું છે. આ શ્રેણીના પ્રથમ મેચમાં રાશિદ ખાનનો જાદૂ જોવા મળ્યા અને તેની ટીમે 45 રને વિજય મેળવ્યો હતો. 

આ મેચમાં રાશિદ ખાને મેચ વિનિંગ પ્રદર્શન કરતા પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો. રાશિદ 3 ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ ઝડપી હતી જેના દબાણમાં બાંગ્લાદેશની ટીમ વેરવિખેર થઈ અને અફઘાનિસ્તાને આપેલા 168 રનના ટાર્ગેટ સામે માત્ર 122 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

— ICC (@ICC) June 3, 2018

રાશિદ ખાને આ મેચમાં પ્રદર્શનની સાથે વધુ એક વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીદો. તે આંતરરાષ્ટ્રીય ટી20માં સૌથી ઝડપી 50 વિકેટ ઝડપવાના વર્તમાન રેકોર્ડમાં બીજા નંબર પર પહોંચી ગયો છે. હવે રાશિદ ખાન દક્ષિણ આફ્રિકાના ઇમરાન તાહિરની બરોબરી પર આવી ગયો છે. બંન્નેએ હવે 31 આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં 50 વિકેટ લીધદી અને બંન્ને આ યાદીમાં બીજા સ્થાને છે. પ્રથમ નંબરે શ્રીલંકાના અજન્તા મેન્ડિસ છે જેણે માત્ર 26 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. બીજીતરફ રાશિદે ડેલ સ્ટેન અને પાકિસ્તાનના ઉમર ગુલને પાછળ છોડ્યા છે. સ્ટેને પોતાની 50 વિકેટ 35મેચમાં અને ઉમર ગુલે 36 મેચમાં 50 વિકેટ ઝડપી હતી. તેની પાછળ પાકિસ્તાનનો સઇદ અજમલ છે જેને 50 વિકેટ ઝડપતા 37 મેચ લાગ્યા હતા. 

Rashid Khan

આ સિવાય એક ખાસ રેકોર્ડ પણ રાશિદના નામે રહ્યો તે સૌથી નાની ઉંમરમાં 50 વિકેટ ઝડપનાર ખેલાડી બની ગયો છે. આ સિવાય સૌથી ઓછા સમયમાં પણ ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં 50 વિકેટ ઝડપવાનો મુકામ હાસિલ કરવામાં નંબર-1 બની ગયો છે. તેણે 50 વિકેટ ઝડપવામાં બે વર્ષ અને 220 દિવસનો સમય લગાવ્યો છે. પાકિસ્તાનના સઈદ અજમલે બે વર્ષ 296 દિવસમાં પોતાની ઈન્ટરનેશનલ 50 વિકેટ પૂરી કરી આ માટે તેણે 37 મેચ રમી હતી. ત્યારબાદ ઇમરાન તાહિર અને અજન્તા મેન્ડિસનું નામ આવે છે. અજન્તા મેન્ડિસે પોતાના પ્રથમ 26 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 3 વર્ષ અને 360 દિવસનો સમય લગાવ્યો હતો. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news