IPL 2020, RRvsCSK: પોતાના સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં ધોની સેનાને ટક્કર આપવા ઉતરશે રોયલ્સ
મંગળવારે રાજસ્થાન રોયલ્સની ટીમ શારજાહમાં ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. રાજસ્થાનની ટીમમાં બેન સ્ટોક્સ, કેપ્ટન સ્ટીવ સ્મિથ અને જોસ બટલર ઉપલબ્ધ રહેશે નહીં.
Trending Photos
શારજાહઃ બેન સ્ટોક્સ (Ben Stokes) પહેલા સ્ટેજમાં ટીમમાંથી બહાર છે અને કન્કશન ઈજાનો શિકાર સ્ટીવ સ્મિથ (Steve Smith)નું રમવુ શંકાસ્પદ છે. તેવામાં રાજસ્થઆન રોયલ્સ માટે મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પોતાની પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના પડકારનો સામનો કરવો મુશ્કેલ રહેશે. જોસ બટલર (Jos Buttler) પણ પ્રથમ મેચમાંથી બહાર રહેશે કારણ કે તે પોતાના પરિવાર સાથે અલગથી આપ્યો છે અને તેણે દુબઈમાં ફરજીયાત આઈસોલેશનમાં રહેવું પડશે.
પાછલી સીઝનની રનર્સઅપ ચેન્નઈએ પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે પરાજય આપ્યો હતો. ત્રણ વખતની વિજેતાનું પલડું રોયલ્સ વિરુદ્ધ ભારે રહેશે કારણ કે રોયલ્સની પાસે સ્ટોક્સ નથી અને ઓપનિંગ બેટ્સમેન બટલર પણ બહાર છે. સ્ટોક્સ પોતાના બીમાર પિતાનું ધ્યાન રાખવા માટે ન્યૂઝીલેન્ડમાં છે. લીગ સ્ટેજમાં તેની ગેરહાજરીથી ટીમનું સંતુલક બગડી ગયું છે. તેવામાં જો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની મેડિકલ ટીમ સ્મિથને પ્રથમ મેચ રમવાની મંજૂરી નહીં આપે તો રોયલ્સ માટે મોટો ઝટકો હશે.
રોયલ્સના પ્રદર્શનનો દારોમદાર મોટાભાગે વિદેશી ખેલાડીઓ પર છે. બોલિંગમાં ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચર અને ઓસ્ટ્રેલિયાના એન્ડ્રૂ ટાય પર જવાબદારી હશે તો રન બનાવવાની જવાબદારી આફ્રિકાને ડેવિડ મિલર પર હશે. રોયલ્સમાં ભારતીય ખેલાડી સતત સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. સંજૂ સેમનસ, રોબિન ઉથપ્પા, જયદેવ ઉનડકટ, વરૂણ એરોન અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ રહ્યાં છે.
બીજીતરફ પહેલી મેચમાં શાનદાર પ્રદર્શનથી ચેન્નઈનો આત્મવિશ્વાસ વધ્યો છે. સેમ કરને શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન કરીને ડ્વેન બ્રાવોની ખોટ પડવા દીધી નથી, જે ઈજાને કારણે કેટલીક મેચોમાં બહાર રહેશે. અંબાતી રાયડૂ અને ફાફ ડુ પ્લેસિસે અપેક્ષા અનુરૂપ પ્રદર્શન કર્યુ હતુ. આઈપીએલના સફળ બોલર પીયૂષ ચાવલા તેને ખરીદવાના ટીમ મેનેજમેન્ટના નિર્ણયને સાચો સાબિત કર્યો છે. જો આજની મેચમાં દીપક ચાહર રમશે નહીં તો તેનો વિકલ્પ શાર્દુલ ઠાકુર હશે.
રાજસ્થાન રોયલ્સઃ સ્ટીવ સ્મિથ, જોસ બટલર, મનન વોહરા, રિયાન પરાગ, સંજુ સેમસન, શશાંક સિંઘ, બેન સ્ટોક્સ, મહિપાલ લોરમોર, અંકિત રાજપૂત, જોફ્રા આર્ચર, મયંક માર્કંડેય, રાહુલ તેવાટીયા, શ્રેયસ ગોપાલ, વરૂણ આરોન, જયદેવ ઉનડકટ, યશસ્વી જયસ્વાલ, રોબિન ઉથપ્પા, કાર્તિક ત્યાગી, આકાશ સિંઘ, અનુજ રાવત, અનિરુધ જોશી, ડેવિડ મિલર, ઓશાને થોમસ, એન્ડ્રુ ટાઇ અને ટોમ કરન.
ચેન્નઈ સુપર કિંગ્સઃ એમએસ ધોની, અંબાતી રાયડુ, દીપક ચાહર, રવિન્દ્ર જાડેજા, શેન વોટસન, ફાફ ડુપ્લેસિસ, કેએમ આસિફ, ડ્વેન બ્રાવો, ઇમરાન તાહિર, જગદીશન નારાયણ, કરણ શર્મા, કેદાર જાધવ, લુંગી એન્ગિડી, મિશેલ સેન્ટનર, મોનુ સિંહ , મુરલી વિજય, ઋુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, સેમ કરન, પિયુષ ચાવલા, જોશ હેઝલવુડ અને સાંઇ કિશોર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે