રાફેલ નડાલે રચ્યો ઇતિહાસ, ફ્રેંચ ઓપન જીતીને પ્રાપ્ત કર્યો 22મો ગ્રાંડસ્લેમ ખિતાબ
રાફેલ નડાલે કૈસ્પર રૂડને હરાવીને 14મી વાર ફ્રેંચ ઓપનનો ખિતાબ જીતી લીધો. રાફેલ નડાલની ગણતરી દુનિયાના મહાન ટેનિસ પ્લેયર્સમાં થાય છે. નડાલનો આ 22મો ગ્રાંડસ્લેમ ખિતાબ છે. નડાલ આજસુધી ફ્રેંચ ઓપન ફાઇનલ હાર્યા નથી.
Trending Photos
Rafael Nadal: રાફેલ નડાલે કૈસ્પર રૂડને હરાવીને 14મી વાર ફ્રેંચ ઓપનનો ખિતાબ જીતી લીધો. રાફેલ નડાલની ગણતરી દુનિયાના મહાન ટેનિસ પ્લેયર્સમાં થાય છે. નડાલનો આ 22મો ગ્રાંડસ્લેમ ખિતાબ છે. નડાલ આજસુધી ફ્રેંચ ઓપન ફાઇનલ હાર્યા નથી.
રાફેલ નડાલે કૈસ્પર રૂડ વિરૂદ્ધ સતત ત્રણ સેટ જીતીને મુકાબલો પોતાના નામે કરી લીધો. રાફેલ નડાલને રૂડને 6-3, 6-3, 6-0 થી હરાવ્યા. આખી મેચમાં રાફેલ નડાલ આક્રમક અંદાજમાં જોવા મળ્યા અને તેમણે શરૂઆતથી જ મેચ પર પકડ બનાવી રાખી હતી. રાફેલ નડાલે લાલ બજરીનો બાદશાહ કહેવામાં આવે છે. તેમણે અહીં 100થી વધુ મેચ જીતી છે.
રાફેલ નડાલ ફરી એકવાર ફરીથી ફ્રેંચ ઓપનના રાજા બની ગયા છે અને તેમણે 14મી વાર ફ્રેંચ ઓપનનો ખિતાબ પોતાના નામે કર્યો. આ સીઝન પહેલાં તેમણે 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020 માં ટાઇટલ જીત્યું હતું. રાફેલ નડાલ આ વર્ષે ખૂબ જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. આ વર્ષે તેમણે ઓસ્ટ્રેલિયન ઓપન પણ પોતાના નામે કરી છે.
રાફેલ નડાલે આ જીત પોતાના 36મા જન્મદિવસના બે દિવસ બાદ નોંધાવી, જેથી લાલ બાજરી પર રમાનારા આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ખિતાબ જીતનાર સૌથી ઉંમરલાયક ખેલાડી બન્યા. સ્પેનના આ ખેલાડીએ 2005 માં 19 વર્ષની ઉંમરમાં પહેલીવાર આ ખિતાબ જીત્યો હતો અને આ ટૂર્નામેન્ટમાં ત્યારથી તેમનો દબદબો યથાવત છે. રૂડે બીજા સેટમાં 3-1 થી બઢત બનાવી હતી પરંતુ નડાલના અનુભવની આગળ તેમની ન ચાલી. નડાલે ત્યારબાદ સતત સેટ જીતીને મેચ પોતાના નામે કરી લીધી.
સૌથી વધુ ગ્રાંડ સ્લેમ ખિતબ જીતવાના મામલે પણ તેમણે દિગ્ગજ રોજર ફેડરર અને નોવાક જોકોવિચ પર બે ખિતાબની બઢત બનાવી લીધી છે. ફેડરર ઇજાગ્રસ્ત હોવાના કારણે લાંબા સમયથી રમતથી દૂર છે તો બીજી તરફ જોકોવિચ કોવિડ 19 રસીકરણ વિવાદના કારણે ઓસ્ટ્રેલિયાઇ ઓપનમાં રમી શક્યા ન હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે