સિંધુને સિંગાપુર ઓપનથી ફોર્મમાં પરત ફરવાની આશા

ઓલમ્પિકની સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુ હાલના નિરાશાજનક પ્રદર્શનને ભૂલીને મંગળવારથી અહીં શરૂ થનારા 3,55,000 ડોલર ઈનામી રાશિ સિંગાપુર ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ફોર્મમાં પરત ફરવાનો પ્રયત્ન કરશે.
 

સિંધુને સિંગાપુર ઓપનથી ફોર્મમાં પરત ફરવાની આશા

સિંગાપુરઃ ઓલમ્પિકની સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુ હાલના નિરાશાજનક પ્રદર્શનને ભૂલીને મંગળવારથી અહીં શરૂ થનારા 3,55,000 ડોલર ઈનામી રાશિ સિંગાપુર ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ફોર્મમાં પરત ફરવાનો પ્રયત્ન કરશે. સિંધુ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ હતી, જ્યારે મલેશિયા ઓપનમાં તે બીજા રાઉન્ડથી આગળ વધવામાં અસફળ રહી હતી. 

આ બંન્ને ટૂર્નામેન્ટમાં તેને કોરિયાની સુંગ જી હ્યૂને હરાવી હતી. તે ઈન્ડિયા ઓપનના સેમીફાઇનલમાં પહોંચી પરંતુ ચીનની બિંગજિયાઓ સામે હારી ગઈ હતી. સિંગાપુરમાં સિંધુ ભારતીડ પડકારની આગેવાની કરશે. તેનો પ્રથમ મુકાબલો ઈન્ડોનેશિયાની લાયની અલેસાંદ્રા મૈનાકી સામે થશે. આ સિઝનમાં ટાઇટલ જીતનારી એકમાત્ર ભારતીય સાઇના નેહવાલે પ્રથમ રાઉન્ડમાં ડેનમાર્કની ઉભરતી ખેલાડી હોયમાર્ક કયાર્સફીલ્ડ વિરુદ્ધ સતર્ક રહેવું પડશે. 

પુરુષ વર્ગમાં ભારતની નજર કિબાંદી શ્રીકાંત પર રહેશે. આ BWF વિશ્વ ટૂર સુપર 500 સ્પર્ધામાં તે ક્વોલિફાયર વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે. અન્ય ખેલાડીઓમાં એચએસ પ્રણોયનો સામનો ફ્રાન્સના બ્રાઇસ લેવરડેજ સામે જ્યારે સ્વિસ ઓપનના ફાઇનલિસ્ટ બીસાઈ પ્રણીતનો સામનો વિશ્વના નંબર-1 ખેલાડી અને ટોપ વરીયતા પ્રાપ્ત કેન્ટો મોમોટા સામે થશે. 

સમીર વર્મા પ્રથમ રાઉન્ડમાં ક્વોલિફાયર સામે ટકરાશે. પ્રણય જેરી ચોપડા અને એન સિક્કી રેડ્ડીની ડબ્લ્સ જોડી, અશ્વિની પોનપ્પા અને સિક્કીની મહિલા જોડી અને મનુ અત્રી અને બી સુમીત રેડ્ડીની પુરૂષ જોડી ડબ્લ્સમાં ભારતનો પડકાર રજૂ કરશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news