પૃથ્વીએ ડેબ્યૂ ટેસ્ટમાં નાની ઉંમરમાં સદી ફટકારનાર ઓપનર, જાણો આ રીતે તોડ્યો સચિનનો રેકોર્ડ
પૃથ્વી શો ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી મારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. તેની ઉંમર માત્ર 18 વર્ષ 329 દિવસ છે. આમતો, ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી નાની ઉંમરમાં સદી મારનાર ઓવરઓલ ચોથા નંબર પર છે.
Trending Photos
નવી દિલ્હી: 18 વર્ષના પૃથ્વી શોને ઇન્ટરનેશનલ લેવલે એન્ટ્રી કરતા જ ધડાકો કરી દીધો છે. તેના કરિયરની શરૂઆતના 3 કલાકામાં ઘણા રેકોર્ડ તોડી દીધા છે. જેમાં સચિન તેંદુલકરથી લઇને તમામ દિગ્ગજોના રોકોર્ડ શામેલ છે. વેસ્ટઇન્ડીઝની સામે રાજકોટમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમનાર આ મુંબઇનો બેટ્સમેન 154 બોલમાં 134 રન બનાવ્યા હતા. આ પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર 15મોં ભારતીય ખેલાડી બન્યો છે. જાણો તેના રેકોર્ડ...
પૃથ્વી શોએ ગુરૂવાર સવારે 9:30 વાગે તેના કરિયરની પ્રથમ ટેસ્ટ મેચ રમવાની શરૂઆત કરી હતી. તેણે ડોઢ કલાકમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. બે કલાકની રમત બાદ મેચ લંચબ્રેક માટે રોકવામાં આવી હતી. ત્યારે પૃથ્વી 75 રન પર રમી રહ્યો હતો. રમતની 40 મિનિટના બ્રેક બાદ શરૂ થયેલી મેચમાં પૃથ્વી તેજ લયમાં દેખાયો અને આગળના 45 મિનીટમાં તેની સદી પૂરી કરી લીધી હતી. તેણે માત્ર 99 બોલમાં તેની પ્રમથ સદી પૂરી કરી હતી.
વાંચવા માટે ક્લિક કરો: ઇન્ડિયા અને વેસ્ટઇન્ડિઝ મેચનો લાઇવ સ્કોર
ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી નાની ઉંમરમાં સદી
પૃથ્વી શો ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી મારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. તેની ઉંમર માત્ર 18 વર્ષ 329 દિવસ છે. આમતો, ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી નાની ઉંમરમાં સદી મારનાર ઓવરઓલ ચોથા નંબર પર છે. બાંગ્લાદેશનો મોહમ્મદ અશરફુલ (17 વર્ષ 61 દિવસ), ઝીમ્બાબ્વેનો એચ મસકાદ્જા (17 વર્ષ 352 દિવસ) અને પાકિસ્તાનનો સલીમ મિલક (18 વર્ષ 323 દિવસ) પૃથ્વીથી નાની ઉંમરમાં સદી લગાવી ચુક્યા છે.
રણજી, દલીપ અને ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ મેચમાં શતક
પૃથ્વી શો આ પહેલા ક્રિકેટર બની ગયો હતો. જેણે તેની રણજી ટ્રોફી, દિલીપ ટ્રોફી અને ટેસ્ટ ક્રિકેટના ડેબ્યૂ મેચમાં જ સદી બનાવ્યા છે. તેણે પ્રથમ રણજી ટ્રોફીમાં 120 અને પ્રથમ દલીપ ટ્રોફીમાં 154 રન બનાવ્યા હતા. આ સાથે તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરને પણ પાછળ છોડી દીધો છે. સચિને રણજી અને દલીપ ટ્રોફીમાં તેના પ્રથમ મેચમાં સીદ લગાવી હતી, પરતું તે પ્રથમ ટેસ્ટની પહેલી ઇનિંગમાં રમી શક્યો ન હતો.
વાંચવા માટે ક્લિક કરો: પૃથ્વી શોએ તોડ્યા રેકોર્ડ, ડેબ્યૂ મેચમાં ફિફ્ટી મારનાર સૌથી નાની ઉંમરનો ત્રીજો ભારતીય ખેલાડી
ડેબ્યૂ ટેસ્ટ મેચમાં ત્રીજી સૌથી ઝડપી સદી
પૃથ્વી શો ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી સદી મારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. તેણે 99 બોલમાં સદી મારી હતી. ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી સદી બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ શિખર ધવનના નામે છે. તેણે ઓસ્ટ્રેલિયાની સામે પ્રથમ ટેસ્ટમાં 85 બોલમાં સદી મારી હતી. બીજો સૌથી ઝડપી સદી વેસ્ટઇન્ડીઝનો ડ્વેન સ્મિથના નામે છે. તેણે દક્ષિણ આફ્રિકા સામે 93 બોલમાં સદી મારી હતી.
સૌથી નાની ઉંમરમાં સદી બનાવનાર સાતમો ખેલાડી
પૃથ્વી શો સૌથી નાની ઉંમરમાં સદી બનાવવા મામલે ઓવરઓલ સાતમાં નંબર પર છે. વર્લ્ડ રેકોર્ડ મોહમ્મદ અશરફુલ (17 વર્ષ 61 દિવસ) ના નામે છે. મુશ્તાક મોહમ્મદ (17 વર્ષ 78 દિવસ), સચિન તેંદુલકર (17 વર્ષ 107 દિવસ), મસકાદ્જા (17 વર્ષ 352 દિવસ), સલીમ મલિક (18 વર્ષ 323 દિવસ) અને ઇમરાન નઝીર (18 વર્ષ 154 દિવસ) પૃથ્વીથી નાની ઉંમરમાં સદી મારી ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે