IND vs AUS: રિકી પોન્ટિંગ સ્તબ્ધ, સમજી શકતા નથી કઈ રીતે ભારત 'એ ટીમે' સિરીઝ જીતી લીધી
IND beat AUS: પોન્ટિંગે ભારતના પ્રવાસની શરૂઆતમાં કહ્યુ હતુ કે, કાંગારૂ ટીમ મહેમાનો પર એકતરફી ભારે પડશે અને તેને 4-0થી હરાવીને મોકલશે. પરંતુ હવે ભારતે 2-1થી શ્રેણી જીતી લેતા પોન્ટિંગ હેરાન છે.
Trending Photos
બ્રિસબેનઃ AUS vs IND: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ (Ricky Ponting) સ્પબ્ધ છે અને સમજી શકતા નથી કે ભારતની 'એ ટીમ'એ ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવી દીધુ છે. પરંતુ તેમણે સ્વીકાર કર્યુ કે, ભારતીય ટીમ જીતની હકદાર હતી. પોન્ટિંગે ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂને કહ્યુ, 'હું સ્તબ્ધ છું કે ઓસ્ટ્રેલિયા આ સિરીઝ ન જીતી શકી. આ તો ભારતની એ ટીમ હતી છતાં તેણે મેચ જીતી લીધી.'
તેણે કહ્યું, 'ભારતીય ટીમ પાંચ કે છ સપ્તાહમાં જે સ્થિતિમાંથી પસાર થઈ છે. કેપ્ટન સ્વદેશ પરત ફરી ગયો અને ખેલાડીઓની ઈજા વચ્ચે તે પૂરી મજબૂત ટીમ ન ઉતારી શક્યુ. ઓસ્ટ્રેલિયા તો પોતાની મજબૂત ટીમની સાથે રમ્યુ હતુ, બસ શરૂઆતમાં ડેવિડ વોર્નર ન રમી શક્યો.'
પોન્ટિંગે કહ્યુ, 'આ ભારતની પસંદ કરાયેલી બીજી ટીમ પણ નહતી કારણ કે તેમાં ભુવનેશ્વર કુમાર કે ઈશાંત શર્મા નહતા. રોહિત પણ અંતિમ બે ટેસ્ટ મેચમાં રમ્યો.' પોન્ટિંગે કહ્યુ, 'તે શાનદાર ક્રિકેટ રમ્યા. ટેસ્ટ મેચમાં તમામ નિર્ણાયક તકનો લાભ ઉઠાવ્યો જે ઓસ્ટ્રેલિયા ન કરી શકી. બંન્ને ટીમોમાં આ ફેર હતો. ભારત આ જીતનું હકદાર હતું.'
ઉલ્લેખનીય છે કે પોન્ટિંગે ભારતના પ્રવાસની શરૂઆતમાં કહ્યુ હતુ કે, કાંગારૂ ટીમ મહેમાનો પર એકતરફી ભારે પડશે અને તેને 4-0થી હરાવીને મોકલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે