જૂનાગઢનાં સેંકડો નાગરિકોને રાતા પાણીએ રોવડાવનારા બાપ-બેટો ઝડપાયા

શહેરમાં નકલી પોસ્ટ ઓફીસ એજન્ટ બની 90 લોકોને 1.9 કરોડનો ચૂનો લગાવી ફરાર બાપ નંબરી બેટા 10 નંબરીને LCB દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. જૂનાગઢમાં પત્નીના નામે પોસ્ટ ઓફીસમાં એકાઉન્ટ ખોલીને એજન્ટ તરીકે પતી ભરત પરમાર અને તેનો પુત્ર તુષાર પરમાર છેલ્લા ઘણા વર્ષોથી શહેરના અનેક ગ્રાહકોના પોસ્ટ ખાતામાં બચત એકાઉન્ટ અને ફીક્સ ડીપોઝીટ નામે રૂપીયા ઉઘરાવી છેતરપીંડી કરતા હોવાની ઘટના સામે આવી હતી.
જૂનાગઢનાં સેંકડો નાગરિકોને રાતા પાણીએ રોવડાવનારા બાપ-બેટો ઝડપાયા

ભાવીન ત્રિવેદી/જૂનાગઢ : શહેરમાં નકલી પોસ્ટ ઓફીસ એજન્ટ બની 90 લોકોને 1.9 કરોડનો ચૂનો લગાવી ફરાર બાપ નંબરી બેટા 10 નંબરીને LCB દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. જૂનાગઢમાં પત્નીના નામે પોસ્ટ ઓફીસમાં એકાઉન્ટ ખોલીને એજન્ટ તરીકે પતી ભરત પરમાર અને તેનો પુત્ર તુષાર પરમાર છેલ્લા ઘણા વર્ષોથી શહેરના અનેક ગ્રાહકોના પોસ્ટ ખાતામાં બચત એકાઉન્ટ અને ફીક્સ ડીપોઝીટ નામે રૂપીયા ઉઘરાવી છેતરપીંડી કરતા હોવાની ઘટના સામે આવી હતી.

ASI આત્મહત્યા કેસમાં ચકચારી આક્ષેપ, PSI ના ત્રાસથી પોલીસ કર્મીએ વખ ઘોળ્યું
સી.ડીવીઝન પોલીસમાં ફરીયાદ દાખલ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેમાં જૂનાગઢ LCB પોલીસે બનસકાંઠાના થરાદ ગામેથી પીતા પુત્રની ધરપક્કડ કરીને પુછપરછ હાથ ધરતા ઝડપાયેલ ભરત પરમારે કબલ્યું હતું કે, શેરબજારમાં કોમીડીટીના સોદામાં ખાનગી ફાયનાન્સરો પાસેથી ઊંચા વ્યાજે લઈને 3 કરોડ જેટલી રકમ લઈને નુકશાન થતા પોસ્ટ વિભાગમાં નાણા રોકનાર ગ્રાહક રૂપીયાનો ઉપયોગ શેર બજારમાં રોકી નાણા ગુમાવ્યાનું સામે આવ્યું હતું. પોલીસની પૂછપરછમાં પોસ્ટ વિભાગ રૂપીયા રોકતા ગ્રાહકોને નકલી પાસ બુક તેમજ ડુપ્લીકેટ સર્ટીફીકેટ આપવામાં આવતા હતા. ઝડપાયેલ બંને આરોપી એ કુલ 1.9 કરોડનું ફુલેકુ ફેરવ્યાનું સામે આવ્યું હતું. જેમાં હાલ 90 જેટલા લોકો સામે આવ્યા છે. જેના લાખો રૂપીયા ડૂબી ગયા છે.

પોસ્ટ બચત ખાતામાં રૂપીયા રોકાણ કરવાંના મામલે એક ફરીયાદ દાખલ થતા શહેરમાંથી અનેક ગ્રાહકો પોસ્ટ ઓફીસ કચેરીએ પહોંચી ગયા હતા. ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. અનેક પરીવારની મરણ મૂડી ગુમાવ્યાનું સામે આવ્યું હતું. કેટલાક ગ્રાહકો નજીવો ધંધો રોજગાર કરનાર નાના વેપારીને લાખો રૂપીયા ગુમાવ્યાનો વારો આવ્યો છે. આજે પોતાના રૂપીયા પરત મળે તે માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે.

પોસ્ટ વિભાગમાં ફ્રોડ કરનાર પીતા પુત્રની ધરપક્કડ થતા અનેક ગ્રાહકો એસપી કચેરીએ પોહચી ગયા હતા. ઝડપાયેલ આરોપી પાસેથી ક્યારે નાણાં પરત મળશે તેવી ફરીયાદ કરી હતી. શહેરના અનેક એવા લોકોના નાણા ફસાયા છે કે, રોજે રોજનું કમાઈને પોતાની મરણ મૂડી પોસ્ટ ઓફીસમાં એજન્ટ મારફત જમા કરાવી હતી. આજે પોતાની મેહનત ની જમા કરાવેલ મૂડી ગુમાવાનો વારો આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news