પૂજારા ફોર્મમાં આવ્યો, કહ્યું- જલ્દી મોટો સ્કોર કરીશ
પૂજારાએ કહ્યું, મેં દબાણનો અનુભવ કર્યો. જ્યારે તમે રન બનાવતા નથી ત્યારે દબાણમાં રહો છો. એક ટીમના રૂપમાં, એક બેટ્સમેનના જૂથના રૂપમાં આ ટેસ્ટ પહેલા અમે રન બનાવવામાં નિષ્ફળ રહ્યાં હતા.
Trending Photos
નોટિંઘમઃ ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ સ્વીકાર કર્યો કે ત્રીજી ટેસ્ટમાં તેના પર દબાણ હતો પરંતુ તેણે કહ્યું કે, કાઉન્ટી ક્રિકેટ રમવાને કારણે તેને ઈંગ્લેન્ડની સ્થિતતિમાં બેટિંગ કરીને ખોવાયેલુ ફોર્મ પરત મેળવવામાં મદદ મળી છે. પૂજારાએ 72 રન બનાવવા દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીની સાથે 113 રનની ભાગીદારી કરી હતી. તેણે કહ્યું, મને કાઉન્ટી રમવાથી મદદ મળી છે. હું ઘણું શિખ્યો છું. કાઉન્ટીમાં મેં વધુ રન બનાવ્યા નથી, પરંતુ મુશ્કેલ પિચો પર રમતો હતો. મારા આત્મવિશ્વાસમાં ઘટાડો થયો નથી. મને લાગતું હતું કે હું નેટ્સમાં સારી બેટિંગ કરી રહ્યો છું જલ્દી મોટો સ્કોર બનાવીશ. તેણે કહ્યું કે, ખરાબ ફોર્મને કારણે તેને પર દબાણ હતુ.
પૂજારાએ કહ્યું, મેં દબાવનો અનુભવ કર્યો. જ્યારે તમે રન બનાવતા નથી ત્યારે દબાવમાં રહો છો. એક ટીમના રૂપમાં, એક બેટ્સમેનના જૂથના રૂપમાં આ ટેસ્ટ પહેલા અમે રન બનાવવામાં નિષ્ફળ રહ્યાં હતા.
તેણે કહ્યું, ઓપનિંગ બેટ્સમેનો માટે રન બનાવવા જરૂરી હતા. ખાસ કરીને આ ટેસ્ટમાં. અમારા ઓપનિંગ બેટ્સમેનોએ પ્રથમ અને બીજી ઈનિંગમાં ખૂબ સારી બેટિંગ કરી હતી. તેને શ્રેય જાય છે કારણ કે ઘણીવાર 50 કે 100 રન બનાવવા જરૂરી હોતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે