PKL-7: આજે બંગાળ વોરિયર્સને માત આપી સતત ચાર હારનો ક્રમ તોડશે ગુજરાત? જીત પર રહેશે નજર

ગુજરાત ફોર્ચ્યૂન જાયંટ્સની જ્યારે પ્રો કબડ્ડી લીગ 2019ના 41મી મેચમાં બુધવારે અમદાવાદમાં બંગાળ વોરિયર્સ વિરૂદ્ધ ઉતરશે તો તેની નજર જીતની રાહ પર પર વાપસી કરવી પડશે. ગુજરાતની ટીમ પોતાની ત્રણ મેચ જીત્યા બાદ સતત ચાર મેચોમાં એક પણ જીત પ્રાપ્ત થઇ નથી.

PKL-7: આજે બંગાળ વોરિયર્સને માત આપી સતત ચાર હારનો ક્રમ તોડશે ગુજરાત? જીત પર રહેશે નજર

અમદાવાદ: ગુજરાત ફોર્ચ્યૂન જાયંટ્સની જ્યારે પ્રો કબડ્ડી લીગ 2019ના 41મી મેચમાં બુધવારે અમદાવાદમાં બંગાળ વોરિયર્સ વિરૂદ્ધ ઉતરશે તો તેની નજર જીતની રાહ પર પર વાપસી કરવી પડશે. ગુજરાતની ટીમ પોતાની ત્રણ મેચ જીત્યા બાદ સતત ચાર મેચોમાં એક પણ જીત પ્રાપ્ત થઇ નથી. તો બીજી તરફ બંગાળ વોરિયર્સે પોતાની ગત મેચમાં તેલુગૂ ટાઇંટ્સ સાથે ટાઇ રહી હતી અને હવે તેની નજર ગુજરાતના ખરાબ ફોર્મનો ફાયદો ઉઠાવવા પર છે.  

ગુજરાત ફોર્ચ્યૂન જાયંટ્સ vs બંગાળ વોરિયર્સ: હેડ ટૂ હેડ

કુલ મેચ: 3
ગુજરાતની જીત: 3
બંગાળની જીત: 0
ટાઇ: 0

ગુજરાત ફોર્ચ્યૂન જાયંટ્સનું આ સીઝનમાં પ્રદર્શન
કુલ મેચ
: 7
જીત: 3
ટાઇ: 0
હાર: 4

બેસ્ટ રેડર: રોહિત ગુલિયા, બેસ્ટ ડિફેંડર: પરવેશ ભૈંસવાલ

ગુજરાતની નજર સતત ચાર હારનો ક્રમ તોડવા પર
સીઝનની શાનદાર શરૂઆત બાદ ગુજરાતની ટીમ માર્ગથી ભટકતી જોવા મળી અને ગત ચાર મેચોમાં સતત હાર મળી, જેમાંથી બે મેચ તેને પોતાના ઘરેલૂ ફેન્સ સામે ગુમાવી. હવે બંગાળ વિરૂદ્ધ મેચમાં તેની નજર જીતના ટ્રેક પર પરત ફરવા પર રહેશે. આ સિઝનમાં રોહિત ગુલિયા ગુજરાત માટે સૌથી મુખ્ય ખેલાડી તરીકે ઉભરીને આવ્યા છે, જ્યારે રેડર સચિન તંવરે પણ સારું પ્રદર્શન કર્યું છે. ગુજરાતના ડિફેંસસની જવાબદારી કેપ્ટન સુનીલ કુમાર અને પરવેશ ભૈંસવાલના ખભા પર રહેશે. 

કોચે કહ્યું પોઈન્ટ ટુ પોઈન્ટ રમત રમીશું
મનપ્રીત સિંઘ કહે છે કે “ અમે ખાસ કરીને મેચની છેલ્લી 5-7 મિનીટમાં ઘણીવાર અધિરા બની જઈએ છીએ. તેથી અમને ઘણુ નુકશાન થયું છે.અમે આ ઉણપ દૂર કરવા પ્રયાસ કર્યો છે. ટીમ વિજેતા બનવાની તમામ લાક્ષણિકતાઓ ધરાવે છે.” બેંગાલ વૉરિયર્સ અંગે વાત કરતાં મનપ્રીત સિંઘ જણાવે છે કે “તે 20 પોઈન્ટસ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જાયન્ટસે 7 રમતમાં 18 પોઈન્ટ મેળવ્યા છે. બેંગાલ સામે વિજય અમારા જુસ્સામાં વધારો કરશે જ પણ સાથે સાથે ઘર આંગણાના ચાહકોને પણ આનંદિત બનશે, તેમણે પોતાની ટીમને અગાઉ આવી સ્થિતિમાં જોઈ નથી. ” 

તેમણે કહ્યું કે “ બંગાળ એ ખૂબ જ સમતોલ ટીમ છે. આ સિઝનમાં તે સારૂ રમી રહી છે. અમે એકદમ ધસી જઈશુ નહી પણ પોઈન્ટ ટુ પોઈન્ટ રમત રમીશું.  આ મેચ જીતવાથી જાયન્ટસ માટે સારી સ્થિતિ ઉભી થશે. ”મનપ્રીત સિંઘ હંમેશાં કયા 7 ખેલાડી રમશે તે અંગે રહસ્ય જાળવી રાખતા હોય છે. આમ છતાં પણ વૉરિયર્સ સામેના 7 ખેલાડીઓમાં ઝાઝો ફેરફાર થવાની સંભાવના જણાતી નથી. તેમણે છેલ્લે જણાવ્યું હતું કે “ તમારે ટીમ ઉપર વિશ્વાસ મુકવાની જરૂર છે. તે ફરીથી રમતો જીતી શકે છે. ”

બંગાળ વોરિયર્સનું આ સીઝનમાં પ્રદર્શન
કુલ મેચ:
6
જીત: 3
હાર: 2
ટાઇ: 1

બેસ્ટ રેડર: મનિંદર સિંહ
બેસ્ટ ડિફેંડર: બલદેવ સિંહ

બંગાળની નજર ગુજરાત વિરૂદ્ધ પ્રથમ જીત પર
બંગાળ વોરિયર્સ સફર આ સીઝનમાં ઉતાર ચઢાવ ભરેલી રહી છે, પરંતુ તેમછતાં પણ પોઇન્ટ ટેબલ (ત્રીજા સ્થાને) છે. રેડિંગમાં તેના માટે મનિંદર સિંહ, મોહમંદ નબીબખ્શ અને પરાંજપેએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. પરંતુ જો બંગાળને ગુજરાત વિરૂદ્ધ જીત પ્રાપ્ત કરવી છે તો તેને ઓલરાઉન્ડર પ્રદર્શન કરવું પડશે. જો બંગાળની ટીમ આ મેચમાં જીત પ્રાપ્ત કરે છે તો તેની ગુજરાત વિરૂદ્ધ પ્રો કબડ્ડી લીગમાં પ્રથમ જીત હશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news