Asia Cup માં ભુક્કા કાઢી શકે છે આ ખેલાડી, લોકો તેને કહે છે પાકિસ્તાનનો 'કોહલી'!

એશિયા કપ 2022ની શરૂઆત 27 ઓગસ્ટથી થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ટી-20 ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી શકે છે. ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં કેરેબિયન બેટ્સમેન ક્રિસ ગેલ સૌથી આગળ છે. ગેલે અત્યાર સુધી 463 ટી-20 મેચમાં 14,562 રન બનાવ્યા છે.

Asia Cup માં ભુક્કા કાઢી શકે છે આ ખેલાડી, લોકો તેને કહે છે પાકિસ્તાનનો 'કોહલી'!

નવી દિલ્લી: એશિયા કપની શરૂઆત થઈ ચૂકી છે.આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પર બધાની નજર રહેશે. જે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. બાબર આઝમ જો એશિયા કપમાં 120 રન બનાવી લેશે તો ટી-20 ક્રિકેટમાં તે પોતાના 8000 રન પૂરા કરી લેશે. પાકિસ્તાનને ભારત અને હોંગકોંગ સામે પોતાની પહેલી બે મેચ રમવાની છે.

શોએબ મલિક પાકિસ્તાનનો સફળ બેટ્સમેન:
બાબર આઝમના નામે 219 ટી-20 મેચમાં 45.28ની એવરેજ અને 128.08ના સ્ટ્રાઈક રેટથી 7880 રન છે. ટી-20 ક્રિકેટમાં બાબરના બેટમાંથી 6 સદી અને 67 અર્ધસદી નીકળી છે. પાકિસ્તાની બેટ્સમેનોમાં શોએબ મલિક ટી-20 ક્રિકેટમાં 8000 રન કે તેનાથી વધારે રન બનાવી શક્યો છે. 40 વર્ષના શોએબ મલિકે 472 મેચમાં 36.55ની એવરેજથી 11,698 રન બનાવ્યા છે. જેમાં 71 અર્ધસદીનો સમાવેશ થાય છે. એવામાં બાબર  ટી-20 ક્રિકેટમાં 8000 રન પૂરા કરનારો બીજો પાકિસ્તાની ક્રિકેટર બની જશે.

રિઝવાન પણ પૂરા કરી શકે છે 5000 રન:
બીજી બાજુ મોહમ્મદ રિઝવાન ટી-20 ક્રિકેટમાં 5000 રનનો આંકડો પૂરો કરનારો પાકિસ્તાની બેટ્સમેન બનવાની નજીક પહોંચી ગયો છે.જો રિઝવાન આ સિદ્ધિ હાંસલ કરી લેશે તો તે શોએબ મલિક, બાબર આઝમ, મોહમ્મદ હાફીઝ, ઉમર અકમલ,અહમદ શહઝાદ અને કામરાન અકમલ જેવા બેટ્સની યાદીમાં સામેલ થઈ જશે. રિઝવાને અત્યાર સુધી 187 ટી-20 મેચમાં 41.95ની એવરેજથી 4909 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 39 અર્ધસદી છે.

ક્રિસ ગેલના નામે સૌથી વધારે રન:
ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ કેરેબિયન બેટ્સમેન ક્રિસ ગેલના નામે છે. ગેલે અત્યાર સુધી 463 ટી-20 મેચમાં 14,562 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 22 સદી અને 88 અર્ધસદી નીકળી છે. વેસ્ટ ઈન્ડિઝનો કિરોન પોલાર્ડ આ યાદીમાં બીજા નંબરે છે. તેના નામે 604 મેચમાં 11,784 રન છે. આ યાદીમાં ત્રીજા નંબરે પાકિસ્તાનનો શોએબ મલિક છે. જ્યારે ડેવિડ વોર્નર અને એરોન ફિંચ અનુક્રમે ચોથા અને પાંચમા નંબરે છે.

એશિયા કપમાં 6 ટીમો વચ્ચે ટક્કર:
એશિયા કપમાં આ વખતે 6 ટીમની વચ્ચે 13 મેચ રમાશે. જેમાંથી 10 મેચ દુબઈ અને 3 મેચ શારજાહમાં રમાશે. જેમાં ગ્રુપ સ્ટેજમાં બધી ટીમોની વચ્ચે કુલ 6 મેચ થશે. આ વખતે બંને ગ્રુપની ટોપ-2 ટીમો સુપર-4માં રમશે. જ્યાં બધી ટીમ એકબીજાની સામે 6 મેચ રમશે. પછી સુપર-4ની ટોપ-2 ટીમો વચ્ચે ટાઈટલ માટે જંગ થશે. એવામાં ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની વચ્ચે કુલ 3 મેચ જોવા મળી શકે છે.

આ પણ ખાસ વાંચોઃ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news