રોહિત શર્માની લાઈફનો એ કિસ્સો...જ્યારે યુવરાજે ધમકીના સૂરમાં કહ્યું હતું- મારી બહેનથી દૂર રહેજે
શું તમને ખબર છે કે એકવાર યુવરાજ સિંહે રોહિત શર્માને ધમકી આપી હતી? આ ધમકીનું કારણ બીજુ કોઈ નહીં પરંતુ રોહિત શર્માની પત્ની રિતિકા જ હતી. તમને આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે પરંતુ આ સાચુ છે.
Trending Photos
ભારતીય ખેલાડીઓના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પરંતુ શું તમને ખબર છે કે એકવાર યુવરાજ સિંહે રોહિત શર્માને ધમકી આપી હતી? આ ધમકીનું કારણ બીજુ કોઈ નહીં પરંતુ રોહિત શર્માની પત્ની રિતિકા જ હતી. તમને આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે પરંતુ આ સાચુ છે.
શું કહ્યું હતું યુવરાજે?
વાત જાણે એમ છે કે યુવરાજ સિંહ અને રિતિકા બંને એકબીજાને પહેલેથી જ ઓળખતા હતા અને તેમની વચ્ચે ભાઈ બહેનનો સંબંધ છે. એકવાર પ્રમોશનલ શૂટ માટે રિતિકા અને રોહિતની મુલાકાત થઈ હતી. ત્યારે યુવરાજ સિંહ પણ ત્યાં જ હતા. રોહિત શર્મા કઈ કરે કે વિચારે તે પહેલા જ યુવરાજ સિંહ શર્માજી પાસે પહોંચી ગયા અને કહ્યું કે 'તે મારી બહેન છે, તેનાથી દુર જ રહેજે'. જો કે યુવરાજ સિંહ આ ધમકી મજાક મજાકમાં જ આપી હતી. યુવરાજ રિતિકાને રાખી સિસ્ટર માને છે.
રસપ્રદ છે લવસ્ટોરી
રોહિત શર્મા અને રિતિકા સજદેહની લવ સ્ટોરી ખુબ જ રસપ્રદ છે. ડેટિંગ અને લગ્ન પહેલા બંનેના પ્રોફેશનલ સંબંધ હતા. હિટમેન રોહિત શર્માએ એકવાર ગૌરવ કપૂરના બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયનમાં જણાવ્યું હતું કે સારા સમયમાં જ નહીં પરંતુ ખરાબ સમયમાં પણ રિતિકા તેની સાથે મજબૂત પિલરની જેમ ઊભી રહી છે. જ્યારે અમે માત્ર દોસ્ત હતા ત્યારે પણ તે હંમેશા મારા સપોર્ટમાં રહી. શોમાં રોહિતે રિતિકા સાથે પહેલી મુલાકાત વિશે જણાવ્યું હતું, કહ્યું હતું કે આ એક શૂટ હતું જેનું અમે શુટિંગ કરી રહ્યા હતા. તેની પણ એક ફની સ્ટોરી છે. હું એ જણાવતા થોડી શરમ મહેસૂસ કરું છુ. અમે એક શૂટ કરી રહ્યા હતા. ત્યારે હું 20 વર્ષનો હતો તો મને કઈ પણ આઈડિયા નહતો. જ્યાં શૂટ થઈ રહ્યું હતું ત્યાં હું પહોંચી ગયો. ત્યાં યુવરાજ સિંહ અને ઈરફાન પઠાણ પણ હતા. હું યુવીને મળવા ગયો. તેને હાય કહ્યું. રિતિકા ત્યાં બેઠી હતી. યુવીએ મને જોતા જ કહી દીધુ કે આ મારી બહેન છે, તેની તરફ જોતો પણ નહીં તો મે કહ્યું કે શું યુવી પા, હું તો તમને મળવા માટે આવ્યો છું.
રોહિતે વધુમાં કહ્યું હતું કે આખા શૂટમાં રિતિકાને હું ગુસ્સાથી જોઈ રહ્યો હતો કે આ કોણ છે યાર, તેને આટલો ઘમંડ છે. મારો જ્યારે શોટ આવી રહ્યો હતો ત્યારે હું ખુબ નર્વસ હતો કે શું બોલીશ, ખબર નહીં બરાબર આવડશે કે નહીં. કેટલાક ડાયલોગ્સ મારે બોલવાના હતા. મે બોલવાની કોશિશ કરી, બધુ સારી રીતે થયું. ત્યારબાદ ડાયરેક્ટરે આવીને કહ્યું કે સર તમારું માઈક તો બંધ હતું તો અમે કશું રેકોર્ડ કરી શક્યા નહીં. તમારે પાછું કરવું પડશે. હું શોટ વચ્ચે નીચે ગયો તો રિતિકા ત્યાં હતી અને તેણે પ્રેમથી આવીને કહ્યું કે કોઈ હેલ્પ જોઈએ તો મને કહેજો. આ મારી તેની સાથે પહેલી મુલાકાત અને વાતચીત હતી. ત્યારબાદ અમે મિત્રો બની ગયા. અને પછી તે મારી મેનેજર બની. અમે કેટલાક શૂટ સાથે કર્યા. ત્યારબાદ તો અમારો ક્યારેય ખતમ ન થનારો સંબંધ બની ગયો. પછી તો આ ઉતાર ચડાવવાળી લાઈફ રહી. અમારા 2015માં લગ્ન થયા.
રોહિત બેટિંગ કરે ત્યારે રિતિકા આવું કેમ કરે?
રોહિતે એક રસપ્રદ વાત જણાવતા કહ્યું હતું કે જ્યારે પણ હું બેટિંગ કરું છું ત્યારે તેને જોઈને રિતિકા પોતાની આંગળીઓ ક્રોસ કરી રાખે છે. મે આઈપીએલ દરમિયાન બે-ત્રણ ક્લિપ જોયા છે. અનેકવાર લાગે છે કે મને લાંબા સમય સુધી બેટિંગ કરતા જોઈને તેની આંગળીઓ વાંકી ન થઈ જાય. પછી મજાકમાં એમ પણ કહ્યું કે સારું થયું કે તેણે મારી 264 રનની ઈનિંગ નથી જોઈ નહીં તો આટલી લાંબી ઈનિંગ જોઈને તેની આંગળીઓ વાંકી જ થઈ જાત.
અત્રે જણાવવાનું કે આજે રોહિત ધન દૌલત, બ્રાન્ડેડ કારો અને સંપત્તિનો માલિક છે. પરંતુ તેનું બાળપણ ખુબ જ મુશ્કેલીઓમાંથી પસાર થયું હતું. અભાવભરી આ જિંદગીમાં રોહિતે ફક્ત ક્રિકેટ રમવાનું સપનું જોયું અને આકરી મહેનતથી તેને સાકાર પણ કર્યું. રોહિતના 2015 સપ્ટેમ્બરમાં સ્પોર્ટ્સ મેનેજર રિતિકા સજદેહ સાથે લગ્ન થયા. બંનેની 5 વર્ષની વ્હાલી પુત્રી સમાયરા છે. રોહિતે મુંબઈની બોરીવલી સ્પોર્ટ્સ ક્લબમાં ઘૂંટણિયે પડીને રિતિકાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ જ ક્લબમાંથી તેની ક્રિકેટ સફર પણ શરૂ થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે