Olympics માં સતત 7 વાર ગોલ્ડ મેડલ જીતનારી મહિલા ખેલાડીએ અચાનક કેમ છોડી દીધી રમત? જાણો રોચક કહાની
આ મહિલા ખેલાડીએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો અને સાતમી વખત ગોલ્ડ મેડલ જીત્યો. તે ઈતિહાસમાં ત્રીજી ખેલાડી છે જેણે ઓલિમ્પિક્સમાં માત્ર ગોલ્ડ જ જીત્યો છે.
Trending Photos
મોસ્કો: ટોક્યો ઓલિમ્પિક્સમાં રશિયન ઓલિમ્પિક કમિટીની સ્વેતલાના રોમાશિનાએ ઈતિહાસ બનાવ્યો. તેણે આર્ટિસ્ટિક સ્વિમિંગમાં સાતમી વખત ગોલ્ડ મેડલ જીત્યો. આ મેડલની સાથે સ્વેતલાનાએ પોતાની ઓલિમ્પિક કારકિર્દીની સમાપ્તિ કરી. 31 વર્ષની આ એથ્લેટે સાતમો ગોલ્ડ મેડલ ટીમ ઈવેન્ટમાં જીત્યો. તે ત્રીજી ખેલાડી છે, જેણે ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર અને બ્રોન્ઝ નહીં પરંતુ ગોલ્ડ મેડલ જ જીત્યા છે. તેના સિવાય યુસેન બોલ્ટ અને અમેરિકાનો કે રે એવરી છે. બંનેએ એથ્લેટિક્સમાં 8-8 ગોલ્ડ મેડલ જીત્યા છે. સ્વેતલાના રોમાશિના હવે પોતાની પુત્રીના પાલન-પોષણ પર ધ્યાન આપવા માગે છે. તેની ત્રણ વર્ષની એક પુત્રી છે. તેણે કહ્યું કે હવે રમતને છોડીને તે વધુ એક બાળક પર ધ્યાન આપવા માગે છે.
4 વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો:
સ્વેતલાના રોમાશિનાએ ચાર વખત ઓલિમ્પિક્સની ગેમ્સમાં ભાગ લીધો. દરેક વખતે જ્યારે તેણે કોઈ ઈવેન્ટમાં ભાગ લીધો ત્યારે તેણે ગોલ્ડ મેડલ જીત્યો. તેણે કહ્યું કે એક એથ્લેટના રૂપમાં આ મારો છેલ્લો ઓલિમ્પિક હતો. બની શકે કે તમે મને કોચના રૂપમાં જોશો. હાલ હું માત્ર પરિવાર પર ધ્યાન આપવા માગુ છું. હું બીજું બાળક ઈચ્છું છું. મારા જીવનમાં છઠ્ઠો અને સાતમો ગોલ્ડ સૌથી મુશ્કેલ રહ્યો. હું મા બની હતી. એક જ સમયે માતા અને એથ્લેટ બનવું બહુ મુશ્કેલ હોય છે. જો હું તમને મારી દીકરી વિશે જણાવીશ તો મને રડવું આવી જશે.
ઓલિમ્પિક્સમાં કોની સાથે બનાવી હતી જોડી:
આર્ટિસ્ટિક સ્વિમિંગમાં સ્વેતલાના અને મારિયાએ કુલ 98.8000 પોઈન્ટ મેળવ્યા અને ગોલ્ડ જીત્યો. જ્યારે ચીનની 96.2331 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું. યૂક્રેને 90 પોઈન્ટની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. મેડલ જીત્યા પછી સ્વેતલાના અને મારિયાએ પોડિયમ પર પોતાના ગોલ્ડ મેડલને એકબીજાની સાથે અથડાવ્યા. જાણે પાર્ટીમાં બે મિત્ર વાઈનના ગ્લાસને અડાડીને ચિયર્સ કહે છે.
2016માં પણ સ્વેતલાના-મારિયાએ જીત્યો હતો ગોલ્ડ:
ટોક્યો ઓલિમ્પિક્સમાં સ્વેતલાના રોમાશિનાની સાથે મારિયા શૂરોચકિનાએ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બંનેએ રિયો ઓલિમ્પિક્સમાં પણ કમાલ કરી હતી. મારિયાએ કહ્યું કે સ્વેતલાના લેજન્ડ છે. તેને કોઈ હરાવી શકે તેમ નથી. સાત ઓલિમ્પિક મેડલ મોટી સિદ્ધિ કહેવાય છે. બીજી ટીમ પાસે માત્ર બે મેડલ જ છે. સ્વેતલાના અને મારિયાએ ટોક્યોની ટીમ ઈવેન્ટની સાથે જ ડ્યૂએલ સ્પર્ધામાં પણ મેડલ જીત્યો હતો.
આર્ટિસ્ટિક સ્વિમિંગમાં રશિયાનો દબદબો:
આર્ટિસ્ટિક સ્વિમિંગમાં રશિયાનો દબદબો રહ્યો છે. લગભગ 20 વર્ષથી આ સ્પર્ધામાં તેને કોઈ હરાવી શક્યું નથી. 1996ના એટલાન્ટા ઓલિમ્પિકમાં છેલ્લે તેને હાર મળી હતી. ત્યારથી આ રમતને સિંક્રોનાઈઝ્ડ સ્વિમિંગ કહેવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે