Tokyo Paralympics: ભારતને મળ્યો વધુ એક મેડલ, હાઈ જમ્પમાં નિષાદ કુમારે જીત્યો સિલ્વર મેડલ
ટોક્યો પેરાલિમ્પિકથી ભારત માટે ખુશીના સમાચાર આવ્યા છે. ભારતના વધુ એક ખેલાડીએ સિલ્વર મેડલ કબજે કર્યો છે.
Trending Photos
ટોક્યોઃ ટોક્યો પેરાલિમ્પિકથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. આજે ભારતના ખાતામાં બીજો મેડલ આવ્યો છે. પુરૂષોની હાઈ જંપ ફાઇનલમાં ભારતના નિષાદ કુમારે સિલ્વર મેડલ જીત્યો છે. મહત્વનું છે કે આજે સવારે ભારતને પેડલર ભાવિના પટેલે સિલ્વર મેડલ અપાવ્યો હતો. આજે નેશનલ સ્પોર્ટ્સ ડે છે અને ભારતના ખાતામાં બે મેડલ આવી ગયા છે.
પુરૂષોની હાઈ જમ્પ ફાઇનલમાં ભારતના નિષાદ કુમારે પોતાના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ અને એશિયન રેકોર્ડની બરોબરી કરવાની સાથે બીજા પ્રયારમાં 2.06 મીટરનો જમ્પ લગાવ્યો હતો.
મહત્વનું છે કે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર નિષાદ કુમાર હિમાચલ પ્રદેશના ઉનાનો રહેવાસી છે. તેણે પેરાલિમ્પિક ગેમ્સની શરૂઆત પહેલા બેંગલુરૂના કોચિંગ કેમ્પમાં મહિનાઓ સુધી આકરી મહેનત કરી હતી. આ મહત્વના મુકાબલા પહેલા તેના ગામમાં તેના માટે દુવાઓ માંગવામાં આવી રહી હતી. મેડલ જીત્યા બાદ તેના ઘર પર ખુશીનો માહોલ છે.
નિષાદ શરૂાતથી જ સારા ફોર્મમાં જોવા મળ્યો અને તેના પ્રથમ પ્રયાસમાં જ 2.02 મીટરનો કૂદકો લગાવ્યો હતો. ત્યારબાદ ભારતના આ પેરા એથ્લીટે 2.06 મીટરના જમ્પને બીજો પ્રયાસમાં પાર કરી નવો એશિયન રેકોર્ડ બનાવ્યો છે. નિષાદ 2.09 મીટરના જમ્પના ત્રણેય પ્રયાસમાં નિષ્ફળ રહ્યો, જેના કારણે તેનું ગોલ્ડ જીતવાનું સપનું અધુરૂ રહી ગયું છે. નિષાદ તે ખેલાડીઓમાંથી એક હતો, જેની પાસે ભારતને મેડલની આશા હતી.
પ્રધાનમંત્રી મોદીએ આપ્યા અભિનંદન
More joyful news comes from Tokyo! Absolutely delighted that Nishad Kumar wins the Silver medal in Men’s High Jump T47. He is a remarkable athlete with outstanding skills and tenacity. Congratulations to him. #Paralympics
— Narendra Modi (@narendramodi) August 29, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે