New Zealand vs India: વિચિત્ર રીતે ટાઇ થઇ ત્રીજી મેચ, ભારતે 1-0 થી જીતી ટી-20 સીરીઝ

New Zealand vs India: પ્રથમ મેચ રદ થયા બાદ બીજા મુકાબલમાં ભારતે બાજી મારી તો અંતિમ મેચમાં પણ વરસાદના લીધે પુરી થઇ શકી નહી. આ પ્રકારે ટી-20 સીરીઝનો નિર્ણય 1-0 થી ભારતના પક્ષમાં આવ્યો. 

New Zealand vs India: વિચિત્ર રીતે ટાઇ થઇ ત્રીજી મેચ, ભારતે 1-0 થી જીતી ટી-20 સીરીઝ

નેપિયર: ટી-20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં હાર્યા બાદ અંતિમ ભારતીય ટીમને ખુશ થવાની તક મળી છે. ટીમ ઇન્ડીયાએ ન્યૂઝિલેંડ વિરૂદ્ધ આ સીરીઝ 1-0 થી પોતાના નામે કરી લીધી. ખરાબ હવામાનના લીધે મંગળવારે ત્રીજી અને અંતિમ મેચ અધવચ્ચે અટકાવવી પડી. જ્યારે સમયમર્યાદામાં મેચ શરૂ થઇ શકી નહી તો ડકવર્થ લુઇસના આધાર પર સ્કોર બરાબર થતાં મેચ ટાઇ થઇ ગઇ. આ પ્રકારે ભારતે 1-0 થી આ સીરીઝ પોતાના નામે કરી. વરસાદના કારણે ટી-20 મેચ રદ થઇ ગઇ હતી જ્યારે ભારતે બીજી મેચમાં 65 રનથી બાજી મારી હતી.  

DL/DLS નિયમથી ટાઇ થઇ ઇન્ટરનેશનલ મેચ
મેચ તે સમયે રોકવામાં આવી, જ્યારે 161 રનના ટાર્ગેટનો પીછો કરતાં મહેમાન ટીમે ચાર વિકેટ પર 75 રન બનાવી લીધા હતા. દીપક હુડ્ડા નવ અને હાર્દિક પંદ્યા 30 રન બનાવીને ક્રીઝ પર હતા. ભારતને જીત માટે 66 બોલમાં 86 રનની જરૂર હતી. ભારતીય ટીમ મુશ્કેલીમાં લાગી રહી હતી. પરંતુ ત્યારે વરસાદ થઇ ગયો. તે પહેલાં મેચ વરસાદના કારણે મોડા શરૂ થઇ હતી અને ટોસ પણ મોડા થયો હતો. 

ન્યૂઝીલેંડને આપ્યો હતો 161 રનનો ટાર્ગેટ
ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને મોહમંદ સિરાઝની ચાર ચાર વિકેટના લીધે ભારતે ન્યૂઝિલેંડને 19.4 ઓવરમાં 160 રનના સ્કોર પર સમેટી દીધી હતી. ટોસ જીતીને બેટીંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેંડ માટે ડેવોન કોનવે (49 બોલમાં 59 રન) અને ગ્લેન ફિલિપ્સ (33 બોલમાં 54 રન) એ ફીફ્ટી ફટકારી હતી. આ બંનેને ત્રીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી ભજવી, પરંતુ ત્યારબાદ મેજબાન ટીમે ફક્ત 30 રનની અંદર પોતાની આઠ વિકેટ ગુમાવી દીધી.  

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news