World Cup 2019: ન્યૂઝિલેંડે બાંગ્લાદેશને 2 વિકેટથી હરાવ્યું, 2 મેચ જીતનાર પ્રથમ ટીમ બની

ન્યૂઝિલેંડે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ (World Cup 2019)માં બીજી મેચ જીતી લીધી છે. તેણે બુધવારે (5 જૂન)ના રોજ રમાયેલી એકદમ રોમાંચક મેચમાં બાંગ્લાદેશને 17 બોલ બાકી રહેતાં બે વિકેટથી હરાવ્યું. બાંગ્લાદેશે ન્યૂઝિલેંડને જીત માટે 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં બાંગ્લાદેશે ન્યૂઝિલેંડે 218 રન બનાવ્યા ત્યાં સુધી 7 વિકેટ ઝડપી લીધી હતી. ત્યારે મેચ બરાબરીની લાગી રહી હતી. પરંતુ ન્યૂઝિલેંડના મિચેલ સૈંટનરે અંતિમ ઓવરોમાં દબાણ પર કાબૂ બનાવતાં પોતાની ટીમને મેચ જીતાડી દીધી. તે 17 રન બનાવીને અણનમ પરત ફર્યા. બંને ટીમોની આ બીજી મેચ હતી. ન્યૂઝિલેંડે પહેલી મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. બાંગ્લાદેશ પોતાની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રીકાને હરાવી ચૂક્યું છે. 
World Cup 2019: ન્યૂઝિલેંડે બાંગ્લાદેશને 2 વિકેટથી હરાવ્યું, 2 મેચ જીતનાર પ્રથમ ટીમ બની

લંડન/નવી દિલ્હી: ન્યૂઝિલેંડે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ (World Cup 2019)માં બીજી મેચ જીતી લીધી છે. તેણે બુધવારે (5 જૂન)ના રોજ રમાયેલી એકદમ રોમાંચક મેચમાં બાંગ્લાદેશને 17 બોલ બાકી રહેતાં બે વિકેટથી હરાવ્યું. બાંગ્લાદેશે ન્યૂઝિલેંડને જીત માટે 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં બાંગ્લાદેશે ન્યૂઝિલેંડે 218 રન બનાવ્યા ત્યાં સુધી 7 વિકેટ ઝડપી લીધી હતી. ત્યારે મેચ બરાબરીની લાગી રહી હતી. પરંતુ ન્યૂઝિલેંડના મિચેલ સૈંટનરે અંતિમ ઓવરોમાં દબાણ પર કાબૂ બનાવતાં પોતાની ટીમને મેચ જીતાડી દીધી. તે 17 રન બનાવીને અણનમ પરત ફર્યા. બંને ટીમોની આ બીજી મેચ હતી. ન્યૂઝિલેંડે પહેલી મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. બાંગ્લાદેશ પોતાની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રીકાને હરાવી ચૂક્યું છે. 

આ પહેલાં બાંગ્લાદેશની ટીમ બુધવારે આઇસીસી વર્લ્ડ કપ-2019માં ધ ઓવલ મેદાન પર રમાયેલી મેચમાં ન્યૂઝિલેંડ વિરૂદ્ધ નિર્ધારિત 49.2 ઓવરમાં 244 રનોમાં સમેટાઇ ગઇ. બાંગ્લાદેશ માટે શાકિબ અલ હસને સૌથી વધુ 64 રન બનાવ્યા, જેના માટે તેમણે 68 બોલનો સામનો કર્યો અને સાત ચોગ્ગા ફટકાર્યા. આ ઉપરાંત મોહંમદ સૌફુદ્દીને 29, મોહંમદ મિથુને 26, સૌમ્ય સરકારે 25, તમીમ ઇકબાલે 24 અને મહમૂદુલ્લાહે 20 રનોનું યોગદાન આપ્યું. 

કીવી ટીમ માટે મૈટ હેનરીએ ચાર વિકેટ ઝડપી હતી. ટ્રેંટ બોલ્ટે બે વિકેટ ઝડપી હતી. લોકી ફગ્ર્યૂસન, કોલિન ડિ ગ્રૈડહોમ અને મિશેલ સૈંટનરને એક-એક સફળતા મળી. હાલના વર્લ્ડકપની 9મી મેચમાં બુધવારે ધ ઓવલ મેદાનમાં ન્યૂઝીલેંડે ટોસ જીત્યા બાદ બાંગ્લાદેશને બેટીંગ માટે આમંત્રિત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news