રાષ્ટ્રીય પસંદગીકાર દેવાંગ ગાંધીને બંગાળના ડ્રેસિંગ રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા

રાષ્ટ્રીય પસંદગીકાર દેવાંગ ગાંધીને કોલકત્તાના ઈડન ગાર્ડન મેદાન પર બંગાળના ડ્રેસિંગ રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમના પર એન્ટી-કરપ્શન પ્રોટોકોલને ભંગ કરવાનો આરોપ છે. 

રાષ્ટ્રીય પસંદગીકાર દેવાંગ ગાંધીને બંગાળના ડ્રેસિંગ રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા

કોલકત્તાઃ રાષ્ટ્રીય પસંદગીકાર (national selector) દેવાંગ ગાંધીને (devang gandhi) બંગાળની રણજી ટીમના ડ્રેસિંગ રૂમમાંથી (bengal dressing room) બહાર કાઢવામાં આવ્યા છે. બીસીસીઆઈના એન્ટી કરપ્શન યૂનિટે ગુરૂવારે ઈડન ગાર્ડન મેદાન પર ગાંધી ગેરકાયદે રૂપથી ટીમના ડ્રેસિંગ રૂમમાં આવવા પર બહાર જવાનું કહેવામાં આવ્યું હતું. કોલકત્તાના ઈડન ગાર્ડન મેદાન પર બંગાળ અને આંધ્ર પ્રદેશ વચ્ચે મેચ રમાઇ રહી છે. 

આ રણજી ટ્રોફી મુકાબલામાં બીસીસીઆઈ તરફથી એન્ટી કરપ્શન યૂનિટના અધિકારીનું નામ સુમન કરમાકર છે. 

હકીતકમાં, બંગાળ ટીમના કેપ્ટન મનોજ તિવારી સહિત ઘણા વરિષ્ઠ ખેલાડીઓએ પ્રોટોકોલ તોડવા પર વિરોધ વ્યક્ત કર્યો હતો. તેના પ્રમાણે મેચ માટે પસંદ કરાયેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સિવાય કોઈ અન્ય ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ ન કરી શકે. 

તિવારીએ આ વિશે પત્રકારોને જણાવ્યું, 'અમે એન્ટી-કરપ્શન પ્રોટોકોલનું પાલન કર્યું છે. એક રાષ્ટ્રીય પસંદગીકાર ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ ન કરી શકે. માત્ર ખેલાડી અને અધિકારી ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ કરી શકે છે.'

ગાંધી બંગાળની રણજી ટીમના કેપ્ટન રહ્યાં છે. તેઓ મેચમાં ઈસ્ટ ઝોન તરફથી રાષ્ટ્રીય પસંદગીકારના રૂપમાં મેદાન પર હાજર હતા. 

પરંતુ ગાંધીનું કહેવું છે કે, તેમણે કોઈ પ્રોટોકોલ તોડ્યો નથી. તેમણે કહ્યું, 'મેચ દરમિયાન બાઉન્ડ્રી બહાર બેસવાને કારણે મારી કમરમાં દુખાવો થઈ રહ્યો હતો. એક પસંદગીકાર હોવાને નામે હું મેચ દરમિયાન હાજર રહી શકુ છું.'

તેમણે કહ્યું, 'મારી સ્થિતિ વિશે જાણીને બંગાળની ટીમના કોચ અરૂણ લાલે મને ટીમના ફિઝિયોને મળવાની સલાહ આપી હતી. ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી પહેલા મેં એન્ટી-કરપ્શન અદિકારીની મંજૂરી લીધી અને ફિઝિયોને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના મેડિકલ રૂમમાં મારી તપાસ કરવાનું કહ્યું હતું.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news