ટેસ્ટમાં 4000 રન બનાવનાર બીજો બાંગ્લાદેશી બેટ્સમેન બન્યો મુશફિકુર રહીમ

મુશફિકુર રહીમ પહેલા તમીમ ઇકબાલ એકમાત્ર બેટ્સમેન છે, જેણે બાંગ્લાદેશ માટે ટેસ્ટમાં 4 હજાર કરતા વધુ રન બનાવ્યા છે. 
 

 ટેસ્ટમાં 4000 રન બનાવનાર બીજો બાંગ્લાદેશી બેટ્સમેન બન્યો મુશફિકુર રહીમ

મીરપુરઃ અનુભવી બેટ્સમેન મુશફિકુર રહીમે ટેસ્ટ ક્રિકેટમાં 4000 રન બનાવનાર બાંગ્લાદેશનો બીજો બેટ્સમેન બની ગયો છે. 31 વર્ષીય મુશફિકુરે અહીં શેર એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આ સિદ્ધિ મેળવી હતી. મુશફિકુરને પોતાના 4000 રન પુરા કરવા માટે આઠ રનની જરૂર હતી અને તેણે 65મી ઓવરમાં લેગ સ્પિનર દેવેન્દ્ર બિશૂના બોલ પર રન લઈને આ સિદ્ધિ મેળવી હતી. 

ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર, મુશફિકુર રહીમ પહેલા તમીમ ઇકબાલ જ એકમાત્ર બેટ્સમેન છે, જેણે બાંગ્લાદેશ માટે ટેસ્ટમાં 4 હજારથી વધુ રન બનાવ્યા છે. તમીમે આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં આ સિદ્ધિ મેળવી હતી. 

વર્ષ 2005માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઐતિહાસિક લોર્ડસમાં લગભગ 18 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરનાર મુશફિકુરે પોતાને એક સર્વશ્રેષ્ઠ બેટ્સમેનના રૂપમાં ટીમમાં સ્થાપિત કર્યો છે. તે બાંગ્લાદેશનો પ્રથમ એવો બેટ્સમેન છે જેણે ટેસ્ટમાં બે બેવડી સદી ફટકારી છે. મુશફિકુરે પ્રથમ બેવડી સદી 2013માં શ્રીલંકા વિરુદ્ધ ફટકારી હતી. તે પ્રથમ વિકેટકીપર છે જેણે ટેસ્ટમાં બે બેવડી સદી ફટકારી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news