અમરેલી: પાક નિષ્ફળ જતા યુવાન ખેડૂતનો ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટુકાવ્યું, પરિવાર બન્યો નોધારો
ખેડૂતો પાક નિષ્ફળ જવાના ડર અને આર્થિક સંકડામણ વધી જતા ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટુકાવ્યુ હતુ.
Trending Photos
કેતન બગડા/અમરેલી: અમરેલીના કાચરડી ગામની સવારે આ ગામના બાવચન્દભાઈ વસાણીના એકના એક યુવાન પુત્ર કમલેશે પાક નિષ્ફળ જવાના ડર અને આર્થિક સંકડામણ વધી જતા ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટુકાવ્યુ હતુ. આ ઘટનાના પગલે ગામની ગલીઓ તો સુનકાર ભાસે જ છે પરંતુ કમલેશના અઘટીત આ પગલાથી પરિવાર નોધારો બન્યો છે. એક બાળકોએ પિતા ગુમાવ્યા છે. એક માતાપિતાએ એકનો એક યુવાન દિકરો ગુમાવ્યો અને હજી જીવનનો અડધોય પંથ કાપ્યો નથી એવી યુવાન પત્નિએ ભરથાર ગુમાવ્યાનો અફસોસ આ પરિવારના ચહેરા પર દેખાઇ રહ્યો છે.
માત્ર બાર વીઘાની ટુકી ખેતીમા ખતરોડી ખાઇને નાકકડા પરિવારનું ગુજરાન ચલાવનાર હવે આ જગતમાથી કાયમી વિદાય લેતા તેમની અર્ધાંગના અને માતા પિતા તથા બે બાળકો નોધારા બન્યાં છે. ત્યારે આ ઘટનાથી સમગ્ર પંથકમા ઘેરા પડઘા પડ્યા છે. અમરેલી જિલાના ત્રણ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે તેમા આ તાલુકાનો સમાવેશ છે. ગામના સરપંચનુ માનીએ તો આ ગામે સીઝનનો ટોટલ વરસાગ માત્ર ત્રણ ઈંચ જેટલો જ પડ્યો છે. અને ઓછા વરસાદ વાળા ગામમાં વધુ કોઇ ખેડુત આવુ પગલુ ન ભરે એ માટે સરકાર ગંભીરતાથી વિચારેએ સમય હવે પાકી ગયો છે.
ખેડુતો માટે મોટીમસ જાહેરાતો કરનારી સરકાર અમલવારી કરવામા નિષ્ફળ નિવડી છે તેવો આક્ષેપ વિપક્ષનેતા પરેશ ધાનાણીએ કરી મ્રુત્યુના આકડાઓ આપતા જણાવ્યુ કે પ્રથમ જુન 2018 થી 30 ઓક્ટોમ્બર 2018 સુધીમા 140 જેટલા લોકોએ આત્મહત્યા કરી છે, જેમા 100 કરતા વધારે લોકો ખેતી સાથે સંબધિત હતા. ત્યારે સરકાર ખેડુતને જીવાડવા નક્કર મહેનત કરે તેવી રાજ્ય સરકારને વિનંતિ કરવામા આવી છે.
અમરેલી જિલામા ખેડુતોની આત્મહત્યાની ઘટનાઓના આકડાઓ ઉપર નજર કરીએ તો ધારી તાલુકામા 2 બાબરા તાલુકામા 2 અમરેલી તાલુકામા 3 અને લાઠી તાલુકામા 1 મળીને કુલ આઠ ખેડુતોએ આત્મ હત્યા કરી લીધી છે ત્યારે આ સિલસિલાને અટકાવવા સરકારે પક્ષાપક્ષીથી દુર થઈ ખેડુતોને બચાવવા વહેલી તકે યોગ્ય પગલાઓ ભરવા પડશે નહિત્ર આવનારો સમય હજુ વધારે કપરો સાબિત થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે