ટી-20માંથી ધોની કેમ પડતો મૂકાયો? ચીફ સિલેક્ટર MSK પ્રસાદે આખરે જણાવ્યું કારણ 

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વેસ્ટ ઈન્ડિઝ સાથે ભારતમાં રમાનારી ટી-20 મેચો માટે પસંદ કરાયેલી ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. બીસીસીઆઈ દ્વારા ટીમની જાહેરાતમાં વેસ્ટ ઈન્ડિઝની સાથે ઘરેલુ મેદાનો પર અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિદેશમાં રમાનારી ટી-20 મેચોની ભારતીય ટીમમાં ધોનીને જગ્યા ન અપાતા હોબાળો મચ્યો છે. એક અન્ય મોટા ફેસલામાં કેપ્ટન વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી-20 મેચોમાં આરામ અપાયો છે. તેની જગ્યાએ રોહિત શર્મા ટીમની કેપ્ટનશીપ સંભાળશે. 
ટી-20માંથી ધોની કેમ પડતો મૂકાયો? ચીફ સિલેક્ટર MSK પ્રસાદે આખરે જણાવ્યું કારણ 

પુણે: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વેસ્ટ ઈન્ડિઝ સાથે ભારતમાં રમાનારી ટી-20 મેચો માટે પસંદ કરાયેલી ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. બીસીસીઆઈ દ્વારા ટીમની જાહેરાતમાં વેસ્ટ ઈન્ડિઝની સાથે ઘરેલુ મેદાનો પર અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિદેશમાં રમાનારી ટી-20 મેચોની ભારતીય ટીમમાં ધોનીને જગ્યા ન અપાતા હોબાળો મચ્યો છે. એક અન્ય મોટા ફેસલામાં કેપ્ટન વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી-20 મેચોમાં આરામ અપાયો છે. તેની જગ્યાએ રોહિત શર્મા ટીમની કેપ્ટનશીપ સંભાળશે. 

શુક્રવારે મોડી રાતે ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટીની બેઠકમાં આ ફેસલા લેવાયા હતાં. સમિતિએ કહ્યં કે ધોનીને 'આરામ' અપાયો છે અને ભારત હવે બીજા વિકેટ કિપરની જગ્યા ભરવા પર ધ્યાન આપી રહ્યું છે. ભારતે 2007માં ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. 

ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચૂકેલો ધોની ફક્તે લિમિટેડ ઓવર ક્રિકેટ રમે છે. તેની ગેરહાજરી ચોંકાવનારી છે. જો કે એમએસકે પ્રસાદે આ મામલે સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે ધોનીને ટીમમાંથી ડ્રોપ કરાયો નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ધોનીની ટી-20 કેરિયર ખતમ થઈ  ગઈ છે તો તેમણે કહ્યું કે 'હમણા નહીં'. પ્રસાદે કહ્યું કે 'અમે બીજા વિકેટકિપરની જગ્યા માટે અન્ય વિકેટ કિપરોને પરખવા માંગીએ છીએ.' આ જ કારણે મહેન્દ્રસિંહ ધોની આવનારી 6 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચો રમશે નહીં. એમએસકે પ્રસાદે કહ્યું કે 'મહેન્દ્ર સિંહ ધોની આગામી 6 ટી-20 રમશે નહીં, પરંતુ તે તેમની ટી-20 કેરિયરનો અંત નથી.'

અત્રે જણાવવાનું કે ઓસ્ટ્રેલિયા સાથે 21 નવેમ્બરથી 3 ટી-20 મેચો રમાવવાની છે. ત્યારબાદ ચાર ટેસ્ટ મેચો અને 3 વનડે મેચોની સિરીઝ રમાશે. 

ઓસ્ટ્રેલિયા સામે 3 ટી20 મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયા 
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસકેપ્ટન), કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, રિષભ પંત (વિકેટ કીપર), કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ, ખલીલ અહેમદ

ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટની શ્રેણી માટે ટીમ ઈન્ડિયા 
વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, કે.એલ. રાહુલ, પૃથ્વી શો, પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા, રિષભ પંત, પાર્થિવ પટેલ, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્દ શમી, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર 

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ ટી20 મેચ માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન) શિખર ધવન, કે.એલ. રાહુલ, દિનેશ કાર્તિક, મનિષ, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટ કીપર), કૃણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, ખલિલ અહેમદ, ઉમેશ યાદવ, શાહબાઝ નદીમ 

ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીની બંને મેચ ભારતે જીતી લીધી હતી. 5 વન ડે શ્રેણીમાંથી પ્રથમ વન ડે ભારતે જીતી હતી, જ્યારે બીજી વન ડે ડ્રો રહી હતી. વેસ્ટ ઈન્ડિઝ ભારત સામે ત્રણ ટી20ની શ્રેણી પણ રમવાનું છે. કેદાર જાધવને  વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી અને પાંચમી વન ડે ટીમમાં સામેલ કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news