Police Case On MSD: ક્યારેય નહોતું ધાર્યું કે ધોની સામે પોલીસ કેસ થશે, આરોપ સાંભળીને તમારા માન્યામાં નહીં આવે
બિહારના બેગુસરાયમાં કેપ્ટન કૂલ ધોની સામે કેસ દાખલ, જાણો શું છે આખો મામલો...
Trending Photos
નવી દિલ્લીઃ શું તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું હતું કે, ભારતને વર્લ્ડ કપ સહિતની તમામ મોટી ટ્રોફી જીતાડનાર કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની પોલીસના ચક્કરમાં ફસાઈ જશે. ધોની પર પોલીસ કેસ કરવાની નોબત આવશે. પરંતુ કોણ જાણે અચાનક શું થયું, કે કિસ્મતને શું મંજૂર હતું..એજ કારણ છેકે, ના થવાનું થઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું.
બિહારના બેગુસરાઈમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા અને IPL સિવાય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર મહેન્દ્ર સિંહ ધોની સામે કેસ નોંધાયો છે... આ કેસ બેગુસરાય કોર્ટમાં નોંધાયો છે.
30 લાખ રૂપિયાના ચેક બાઉન્સ મુદ્દે મહેન્દ્ર સિંગ ધોની વિરુદ્ધ કેસ દાખલ થયો છે.
શું છે મામલો-
ધોની સહિત 7 લોકો સામે ખાતર વિક્રેતાએ કેસ દાખલ કર્યો છે.આ વિવાદ બે કંપની વચ્ચે છેખાતર બનાવતી કંપનીએ તેની પ્રોડક્ટના વેચાણ માટે એસકે એન્ટરપ્રાઇઝ બેગુસરાય નામની એજન્સી સાથે કરાર કર્યો હતો. કંપની વતી ખાતર એજન્સીને મોકલવામાં આવ્યું હતું પરંતુ ત્યાંથી માર્કેટિંગનો સહયોગ મળ્યો ન હતો. બાદમાં એજન્સીના માલિક નીરજ કુમાર નિરાલાએ કંપની પર અસહકારનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેના કારણે નુકસાન થયું છે...
ધોનીનું નામ કેવી રીતે થયું સામેલ?
આ કંપનીની પ્રોડક્ટની જાહેરાત ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કરી હતી..જેથી નીરજ કુમાર નિરાલાએ ધોની વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો છે. આ સાથે કંપનીના સીઈઓ સહિત સાત અન્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. કોર્ટે આ મામલાને સ્વીકારી લીધો છે અને આગામી સુનાવણી માટે 28 જૂનની તારીખ નક્કી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે