IND VS AUS સિરીઝ પહેલા નવી હેર સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર છવાયો ધોની
IND VS AUS સિરીઝ પહેલા એમએસ ધોનીએ પોતાના લુકમાં ફેરફાર કર્યો છે. નવા હેરકટમાં તેના વાળ સાઇડથી શોર્ટ ટ્રિમ છે અને સામેની તરફ થોડા સ્પાઇક્સ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂ થઈ રહેલી સિરીઝ India VS Aus 2019) પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંબ ધોનીએ પોતાના લુકમાં ફેરફાર કર્યો છે. આ સિરીઝ પહેલા ધોની હવે નવી હેરસ્ટાઇલમાં જોવા મળશે. ક્યારેક ભારતીય ક્રિકેટના સ્ટાઇલ આઈકોન કહેવાતો ધોની છેલ્લા કેટલાક સમયથી આ તમામ બાબતોથી દૂર હતો. તે હવે સિમ્પલ હેર સ્ટાઇલ રાખે છે. લગભગ તે રીજે જે પ્રકારે સૈનિકોની હેર સ્ટાઇલ હોય છે.
માત્ર આઈપીએલ સિઝન અને જાહેરાતોની શૂટિંગ દરમિયાન ધોનીના સ્ટાઇલમાં ફેર જોવા મળે છે. એક સમયે પોતાના લાંબા વાળ માટે જાણીતા ધોનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા પ્રકારની હેર સ્ટાઇલને અપનાવી છે. ફરી તેણે હેર સ્ટાઇલ સાથે પ્રયોગ કર્યો છે. હવે ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ધોની નવા લુકમાં જોવા મળશે.
Hi handsome. ❤️
— Sapna Moti Bhavnani (@sapnabhavnani) February 15, 2019
ધોનીની નવી હેર સ્ટાઇલમાં તેના વાળ સાઇડમાંથી થોડા ટ્રિમ છે. આ સાથે સામેની બાજુ થોડા સ્પાઇક્સ છે. સોશિયલ મીડિયામાં તેનો નવો લુક છવાયેલો છે. ધોનીના ફેન્સ તેને પસંદ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ધોનીએ થોડા સમય પહેલા પણ પોતાના હેરકટમાં ફેરફાર કર્યો અને રેટ્રો લુક ટ્રાઈ કર્યો હતો. ધોનીના આ કુલને વિ હોક લુક કહેવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ધોનીના આ લુકની તસ્વીર વાયરલ થઈ ગઈ છે.
ધોનીને આ નવા હેરકટ સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ અને બિગ બેશ સિઝન-6ની પાર્ટિસિપેમ્ટ રહી ચુકેલી સપના મોતી ભાવનાનીએ આપી છે. ધોનીએ નવા લુકની તસ્વીર પોતાના ટ્વીટર પર શેર કરી છે. આ સાથે ધોનીએ પોતાના ઇંસ્ટાગ્રામ પર પણ આ તસ્વીરો શેર કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે