પાકિસ્તાન ક્રિકેટ બોર્ડથી નારાજ મોહમ્મદ આમિરે કરી નિવૃતીની જાહેરાત


મોહમ્મદ આમિર  (Mohammad Amir)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી અચોક્કસ સમય માટે બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. ટ્વિટર પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં આમિરે પીસીબી અને ટીમ મેનેજમેન્ટ પર આરોપ લગાવ્યા છે. 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડથી નારાજ મોહમ્મદ આમિરે કરી નિવૃતીની જાહેરાત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના સ્ટાર બોલર મોહમ્મદ આમિર (Mohammad Amir)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે. આમિર ટેસ્ટ ક્રિકેટને પહેલા જ અલવિદા કહી ચુક્યો છે હવે તેણે અનિશ્ચિતકાળ સુધી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. તેના આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. 

આમિરે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
ટ્વિટર પર (Mohammad Amir)નો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં આમિરે પીસીબી પર ગંભીર આરોપ લગાવ્યા છે. આમિરે કહ્યુ, 'હું ક્રિકેટ છોડી રહ્યો છું, મને નથી લાગતુ કે હું હાલના મેનેજમેન્ટની સાથે રમી શકુ છું.'

પીસીબી પર લગાવ્યા ગંભીર આરોપ
આમિરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટને માનસિક રીતે પરેશાન કરવાનો આરોપ લગાવતા કહ્યુ, મને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે, અને હવે હું વધુ સહન કરી શકું નહીં. મેં 2013થી 2015 વચ્ચે ઘણું સહન કર્યુ છે અને તે સમયે જે પણ થયું મેં તેની સજા પણ ભોગવી છે. 

— Shoaib Jatt (@Shoaib_Jatt) December 17, 2020

તેણે કહ્યુ, 'જે બે લોકોએ હંમેશા મારો સાથ આપ્યો છે તે છે (નઝમ) સેઠી સાહેબ અને શાહિદ આફ્રિદી. કારણ કે બાકી ટીમ તે કહી રહી છે કે આમિરની સાથે રમવુ નથી. આ પ્રકારનો માહોલ બનાવવામાં આવ્યો હતો.'

આમિરનું આંતરરાષ્ટ્રીય કરિયર
17 વર્ષની ઉંમરમાં આમિરે 2009મા શ્રીલંકા વિરુદ્ધ વનડે અને ટેસ્ટમાં પર્દાપણ કર્યુ હતું. તો ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેણે ટી20 કરિયરની શરૂઆત કરી હતી. 

28 વર્ષના આ ખેલાડીએ પાકિસ્તાન માટે 36 ટેસ્ટ, 61 વનડે અને 50 ટી20 મુકાબલા રમ્યા છે. તેણે કુલ 250 વિકેટ ઝડપી છે. 

મહત્વનું છે કે પાકિસ્તાન અને ભારતીય મીડિયામાં ચાલી રહેલા સમાચારો પ્રમાણે મોહમ્મદ આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે. હજુ સુધી આમિર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news