MI vs RR Match Preview: રાજસ્થાનની સામે મુંબઈ ઈન્ડિયન્સનો મજબૂત પડકાર, રોહિતના રમવા પર સસ્પેન્સ

આઈપીએલની 45મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ ટકરાશે. મુંબઈની નજર રાજસ્થાનને હરાવી પ્લેઓફની ટિકિટ પાક્કી કરવા પર રહેશે. 
 

MI vs RR Match Preview: રાજસ્થાનની સામે મુંબઈ ઈન્ડિયન્સનો મજબૂત પડકાર, રોહિતના રમવા પર સસ્પેન્સ

અબુધાબીઃ MI vs RR IPL 2020 45th match: ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ રવિવારે રમાનારી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પોતાના દબદબાભેર પ્રદર્શનને જાળવી રાખવા ઈચ્છશે પરંતુ તેનના માટે કેપ્ટન રોહિત શર્માની ઈજા ચિંતાનો વિષય હશે. તો રાજસ્થાન રોયલ્સે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે આ મેચમાં જીત મેળવવી જરૂરી છે. સીએસકે વિરુદ્ધ 10 વિકેટની જીતથી મુંબઈએ ફોર્મમાં વાપસી કરી જ્યારે તેની પહેલાની મેચમાં તે પંજાબ સામે સુપર ઓવરમાં હારી હતી. 

બીજીતરફ રાજસ્થાન રોયલ્સે પાછલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ આઠ વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પોઈન્ટ ટેબલમાં ટોપ પર ચાલી રહેલી મુંબઈ પ્લેઓફમાં પહોંચવા તરફથી પરંતુ રાજસ્થાન માટે આ મેચ ખુબ મહત્વની છે જે સાતમાં સ્થાને છે અને વધુ એક હાર તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. પરંતુ સવાલ તે છે કે રોહિત રાજસ્થાન વિરુદ્ધ મેદાનમાં ઉતરશે કે નહીં, જે સ્નાયુ ખેંચાઈ જવાને કારણે ચેન્નઈ વિરુદ્ધ રમી શક્યો નહીં. 

ચેન્નઈ સામેની મેચમાં રોહિતની ખોટ ટીમને પડી નહીં, કારણ કે યુવા ઇશાન કિશને સીએસકે વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરી અણનમ 68 રન બનાવ્યા હતા. ડિ કોક (368 રન)એ પણ શાનદાર પ્રદર્શન કરતા અણનમ 46 રનનું યોગદાન આપ્યુ હતુ. જો આજની મેચમાં રોહિત રમશે નહીં તો આ બંન્ને બેટ્સમેન ઈનિંગની શરૂઆત કરશે. 

મુંબઈનું મધ્યમક્રમ ફોર્મમાં છે, ભલે તે સૂર્યકુમાર યાદવ હોય, હાર્દિક પંડ્યા, પોલાર્ડ કે ક્રુણાલ પંડ્યા. પોતાની વિસ્ફોટક બેટિંગને કારણે પંડ્યા બ્રધર્સ અને પોલાર્ડ વિરોધી ટીમ માટે મોટો ખતરો છે. મુંબઈના બોલરો પણ દમદાર પ્રદર્શન કરી રહ્યાં છે, વિશેષ કરીને ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ. આ બંન્નેની જોડી પાવરપ્લે અને ડેથ ઓવરોમાં ખતરનાક સાબિત થાય છે. બંન્નેએ મળીને 33 વિકેટ ઝડપી છે, જ્યારે નાથન કુલ્ટર નાઇલ તેનો સાથ આપી રહ્યો છે. 

સ્પિનર ક્રુણાલ પંડ્યા (પાંચ વિકેટ) અને રાહુલ ચહર (13 વિકેટ)એ પણ મધ્ય ઓવરમાં સારી બોલિંગ કરીને ટીમને સફળતા અપાવી છે. રાજસ્થાન માટે સૌથી મોટી ચિંતા તેના બેટ્સમેનોનું ફોર્મ છે. તો રાજસ્થાનની ટીમ સતત પોતાની રણનીતિમાં ફેરફાર કરી રહી છે. જેથી ટીમને સફળતા મળી નથી. ટીમમાં બેન સ્ટોક્સ, સંજૂ સેમસન અને જોસ બટલર જેવા મજબૂત ખેલાડી છે પરંતુ ત્રણેય એક સાથે ક્યારેય પ્રદર્શન કરી શક્યા નથી. 

ટીમ મેનેજમેન્ટને આ ત્રણેય પાસે રવિવારે સારા પ્રદર્શનની આશા હશે. ઓલરાઉન્ડર રાહુલ તેવતિયા (224 રન અને સાત વિકેટ)એ બેટ અને બોલથી ટીમની મદદ કરી છે. ટીમના યુવા ખેલાડી સારી શરૂઆત કરી રહ્યાં છે પરંતુ તેણે મોટી ઈનિંગ રમવાની જરૂર છે. રાજસ્થાનનું બોલિંગ યુનિટ પણ એકસાથે પ્રદર્શન કરી શક્યું નથી. માત્ર જોફ્રા આર્ચર (15 વિકેટ) પોતાની ગતિથી પ્રભાવ રહ્યો છે પરંતુ તેને કાર્તિક ત્યાગી, જયદેવ ઉનડકટ અને અંકિત રાજપૂતનો સાથ મળ્યો નથી, જે ત્રણેયની મળીને કુલ 12 વિકેટ છે. 

સ્પિનર શ્રેયસ ગોપાલે 11 મેચમાં 343 રન આપ્યા છે. સ્ટોક્સ પણ બોલર તરીકે સફળ રહ્યો નથી. તેને હજુ સુધી એકપણ વિકેટ મળી નથી. રાજસ્થાનના કોચ એંડ્રયૂ મેકડોનલ્ડે કહ્યુ કે, ટીમ પોતાનું સર્વશ્રેષ્ઠ ન કરી શકી અને જેથી પ્લેઓફમાં પહોંચવાની તક સમાપ્ત થઈ રહી છે. તેમણે સ્વીકાર કર્યો કે, અમારૂ ભાગ્ય હવે બીજી ટીમોના હાથમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news