મેરી કોમ ફાઇનલમાં, પોલેંડ ટૂર્નામેંટમાં ભારત 7 મેડલ પાક્કા

પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને એશિયાઇ રમતોની બ્રોંજ મેડલ વિજેતા સરિતાએ 60 કિગ્રા વર્ગમાં બુધવારે રાત્રે ચેક ગણરાજ્યની અલેના ચેકીને 5-0થી માત આપી. તે સેમીફાઇનલમાં કઝાખસ્તાનની જ કરીના ઇબ્રાગિમોવા સામે ટકરાશે. 

મેરી કોમ ફાઇનલમાં, પોલેંડ ટૂર્નામેંટમાં ભારત 7 મેડલ પાક્કા

નવી દિલ્હી: અનુભવી બોક્સર એમસી મેરી કોમે ગુરૂવારે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો જ્યારે એલ સરિતા દેવી અંતિમ ચારમાં પહોંચી જેથી ભારતીય બોક્સરોએ પોલેંડના ગિલવાઇસમાં ચાલી રહેલી મહિલાઓની 13મી આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સાત મેડલ પાકા કરી લીધા. પાંચ વર્લ્ડ ચેમ્પિયન અને ઓલંપિકમાં બ્રોંજ મેડલ જીતી ચૂકેલી મેરી કોમે રિંગમાં પગ મુક્યા વિના જ 48 કિગ્રા લાઇટ ફ્લાઇવેટ વર્ગમાં ખેલાડીઓના નાના ડ્રોના કારણે સેમીફાઇનલમાં સ્થાન બનાવી લીધું હતું. તેમણે સેમીફાઇનલમાં યૂક્રેનની હન્ના ઓખોટાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. જેથી ઓછામાં ઓછો સિલ્વર મેડલ પાક્કો થઇ ગયો છે. 

ભારતની પહેલી અને એશિયાઇ રમતોની એકમાત્ર ગોલ્ડ મેડલ વિજેતા બોક્સર મેરી કોમ ફિટનેસ મુદ્દાના લીધે તાજેતરમાં સંપન્ન એશિયાઇ રમતોથી બહાર રહ્યા બાદ રિંગમાં પરત ફરી છે.

પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને એશિયાઇ રમતોની બ્રોંજ મેડલ વિજેતા સરિતાએ 60 કિગ્રા વર્ગમાં બુધવારે રાત્રે ચેક ગણરાજ્યની અલેના ચેકીને 5-0થી માત આપી. તે સેમીફાઇનલમાં કઝાખસ્તાનની જ કરીના ઇબ્રાગિમોવા સામે ટકરાશે. 

અન્ય ભારતીયોમાં રિતુ ગ્રેવાલે રૂસની સ્વેતલાના રોજા વિરૂદ્ધ 4-1ની જીત સાથે 51 કિગ્રા વર્ગની સેમીફાઇનલમાં સ્થાન બનાવ્યું જ્યારે લવલીના બોરગોહેન (69 કિગ્રા) ચેક ગણરાજ્યની માર્ટિન શ્મોરાનજોવાને હરાવીને અંતિમ ચારમાં પહોંચી ગઇ છે. 

અંતિમ ચારમાં પ્રવેશ કરનાર અન્ય બોક્સરોમાં પૂર્વ એશિયાઇ યુવા ચેમ્પિયન મનીષા (54 કિગ્રા) અને પૂજા રાની (81 કિગ્રા) રહી. મનીષાએ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કઝાખસ્તાનની દિના ઝોલામનને 5-0થી જ્યારે પૂજાએ યૂક્રેનની અનાસ્તાસિયા ચેરનોકોલેંકોને ક્વાર્ટરફાઇનલમાં પરાજિત કરી. 

યુવા પ્રતિસ્પર્ધામાં જ્યોતિ ગુલિયા (51 કિગ્રા)એ જર્મનીની રાફાએલા અરામપત્ઝી પર 5-0ની જીતથી પદક દૌરમાં પ્રવેશ કરી લીધો. જોકે સીમા પૂનિયા (81 કિગ્રાથી વધુ) પ્વિલાઓ બાસુમૈત્રી (64 કિગ્રા) અને શશિ ચોપડા જોકે પોત-પોતાના મુકાબલા હારીને પદકની દોડમાંથી બહાર થઇ ગઇ છે. 

સીમાને કઝાખસ્તાનની લજાત કુંગેબાયેવાએ 5-0થી હરાવી જ્યારે બાસુમૈત્રીને પોલેંડની નતાલિયા બારબુસિન્સકાએ આ અંતરથી હરાવી. શશિએ ઇગ્લેંડની એંજિલા ચેપમૈન વિરૂદ્ધ આ અંતરથી હારનો સામનો કરવો પડ્યો. જૂનિયર વર્ગમાં રાજ સાહિબા (70 કિગ્રા)એ પોલેંડની બારબરા માર્સિનકોવસ્કાને 5-0થી હરાવી. નેહાએ 75 કિગ્રા વર્ગમાં દારિયા પરાદાને 5-0થી માત આપી જ્યારે કોમલ (80 કિગ્રા)એ માર્ટિના જાંસલેવિઝ વિરૂદ્ધ મુકાબલામાં 3-2થી જીત નોંધાવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news