Pulwama attack : નહીં યોજાય IPL-2019ની ઓપનિંગ સેરેમની, શહીદોના પરિવારને અપાશે રકમ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2019ની શરૂઆત 23 માર્ચથી થશે
Trending Photos
મુંબઈ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2019ની શરૂઆત 23 માર્ચથી થશે. ટુર્નામેન્ટના બે અઠવાડિયાનો કાર્યક્રમ જાહેરાત કરી દેવામાં આવી છે. આઇપીએલની આ 12મી સીઝનમાં 23 માર્ચથી 5 એપ્રિલ સુધી 17 મેચ રમવામાં આવશે. ઉદ્ઘાટન મેચ 23 માર્ચના દિવસે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નાઇ સુપર કિંગ્સ અને વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમવામાં આવશે.
આ સંજોગોમાં પુલવામા આતંકી હુમલા (Pulwama attack)ને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2019)ના ઉદ્ગાટન સમાહોને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ સમારંભનું બજેટ પુલવામા આતંકી હુમલાના શહીદ સીઆરપીએફના જવાનોના પરિવારને આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (COA)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની જાહેરાત COAના પ્રમુખ વિનોદ રાયે કરી છે.
આઈપીએલની સીઝન 12 માટે જયદેવ ઉનડકટ અને વરૂણ ચક્રવર્તીને 8.4 કરોડમાં ખરીદવામાં આવ્યા છે. આ બંન્ને સૌથી મોંઘા ભારતીય ક્રિકેટર છે. તો ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સૈમ કરન 7.2 કરોડ સાથે સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે. યુવરાજ સિંહને મુંબઈ ઈન્ડિયન્સે 1 કરોડની બેઝ પ્રાઇઝમાં તેની ટીમમાં સામેલ કર્યો છે. આ હરાજીમાં કુલ 60 ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યા છે. જેમાં 40 ભારતીય અને 20 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાના મધ્યમક્રમ આક્રમક બેટ્સમેન રહેલા યુવરાજ સિંહને આઈપીએલની હરાજીમાં બીજી વખત લાગેલી બોલીમાં મુંબઈ ઈન્ડિયન્સે 1 કરોડમાં ખરીદી લીધો હતો. તેની બેઝ પ્રાઇઝ એક કરોડ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે